રશ્મિકા મંદાના પર તૂટ્યો દુઃખોનો પહાડ, દિલની સૌથી નજીક હતું તેનું જ થયું નિધન, શેર કરી ભાવુક કરી દેનારી પોસ્ટ, જુઓ

રશ્મિકા મંદાના પર તૂટ્યો દુઃખોનો પહાડ, છલકાયું અભિનેત્રીનું દર્દ, કહ્યું, “જલ્દી જ ફરી મળીશું !”

Rashmika Mandana dog passes away : રશ્મિકા મંદાના દક્ષિણ સિનેમાની તે અભિનેત્રી છે, જેને હિટ ફિલ્મોની ગેરંટી માનવામાં આવે છે. તેનું નામ તેની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફને લઈને અવારનવાર હેડલાઈન્સમાં રહે છે. પરંતુ આ સમયે રશ્મિકા મંદન્ના વિશે જે સમાચાર સામે આવી રહ્યા છે તે જાણીને અભિનેત્રીના ચાહકો પણ દુઃખી થઇ ગયા છે.

આ સમયે રશ્મિકા મંદન્ના પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે. અભિનેત્રીના પરિવારના એક નજીકના સભ્યનું નિધન થયું છે. પુષ્પા 2 અભિનેત્રીએ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર આ બાબતની માહિતી આપી છે. મંગળવારે મોડી રાત્રે અભિનેત્રીએ તેની ઇન્સ્ટા સ્ટોરીમાં જણાવ્યું હતું કે તેના પાલતુ શ્વાન મેક્સીનું અવસાન થયું છે.

અભિનેત્રીએ પાળેલા શ્વાનનો ફોટો શેર કરતા સ્ટોરીમાં લખ્યું છે. તારા આત્માને શાંતિ મળે મારા પ્રિય મેક્સી, અમે તને હંમેશા યાદ રાખીશું અને એ પણ સાચું છે કે એક દિવસ ટૂંક સમયમાં આપણે ચોક્કસપણે મળીશું.” આ રીતે રશ્મિકા મંદન્નાએ સોશિયલ મીડિયા પર પોતાના પ્રિય શ્વાનનાં મૃત્યુ પર દુઃખ વ્યક્ત કર્યું છે. રશ્મિકાની આ પોસ્ટ પરથી સરળતાથી અનુમાન લગાવી શકાય છે કે મેક્સીના જવાથી તે ખરેખર દુખી છે.

તમને જણાવી દઈએ કે વાસ્તવિક જીવનમાં તે એક પેટ લવર્સ છે, તેની પાસે વિવિધ જાતિના ઘણા પાલતુ શ્વાન અને બિલાડીઓ છે, જેની તસવીરો રશ્મિકા મંદન્ના ઘણીવાર સોશિયલ મીડિયા પર શેર કરે છે. રશ્મિકા મંદાનાની કારકિર્દીને અભિનેતા રણબીર કપૂરની ફિલ્મ એનિમલથી નવી ઉડાન મળી છે. આવનારા સમયમાં તે ઘણી મોટી ફિલ્મોમાં અભિનેત્રી તરીકે જોવા મળવાની છે.

Niraj Patel