અમદાવાદમાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરી સ્ટન્ટબાજી કરતા યુવાનો સામે પોલીસે કરી લાલ આંખ, મસ્તી ફેરવાઈ ગઈ સજામાં, જુઓ વીડિયો

અમદાવાદમાં એક્ટિવા લઈને રોડ પર સ્ટન્ટબાજી કરવી પડી યુવકોને ભારે, પોલીસે કર્યું એવું કે હવે નિયમ તોડવાનું નામ નહિ લે.. જુઓ વીડિયો

Detention of stunt youths in Ahmedabad : આજના યુવાનો રોડ પર બાઈક, સ્કૂટર કે કાર લઈને નીકળે અને સ્ટન્ટ બાજી કરતા જોવા મળે છે, આવી સ્ટન્ટ બાજીના ચક્કરમાં પોતે પણ ઘણીવાર અકસ્માતનો ભોગ બનતા હોય છે અને રાહદારીઓને પણ અડફેટે લેતા હોય છે. પોલીસ પણ આવા લોકો વિરુદ્ધ અવાર નવાર કાર્યવાહી કરે છે અને આવા લોકોના વીડિયો પણ શેર કરતી હોય છે. ત્યારે હાલ જ અમદાવાદ પોલીસે પણ આવી જ એક ઘટનાનો વીડિયો શેર કર્યો છે જેમાં યુવાનો સ્ટન્ટબાજી કરતા જોવા મળે છે.

વાયરલ થઇ રહેલો વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે ચાર જેટલા છોકરાઓ એક જ એક્ટિવા બેઠા છે અને એક્ટિવ ચલાવનારા સર્પાકારમાં વાંકુ ચુંકુ એક્ટિવા ચલાવી રહ્યો છે, આ દરમિયાન પાછળથી આવતા કોઈ જાગૃત નાગરિકે તેમનો વીડિયો બનાવી લીધો હતો. આ વીડિયો પોલીસના હાથે લાગતા પોલીસે આ મામલે કાર્યવાહી કરી અને એક્ટિવા પર બેઠલા છોકરાઓ સમેત એક્ટિવા પણ કબ્જે કર્યું હતું.

આ ઘટના અમદાવાદના કાંકરિયા વિસ્તારની હોવાનું કહેવામાં આવી રહ્યું છે, જ્યાં યુવાનો રોડ પર આવવી સ્ટન્ટ બાજુ કરતા હતા, પરંતુ પોલીસના હાથે આ વીડિયો આવી જતા યુવકોને સજા મળી હતી. આ વીડિયોને અમદાવાદ ટ્રાફિક પોલીસે પોતાના ટ્વિટર પર શેર કર્યો છે અને સાથે જ કેપશનમાં લખ્યું છે, ““કે” ટ્રાફિક પો.સ્ટે. દ્વારા વાયરલ વિડીયો બાબતે ભારતીય ન્યાય સહિતા-૨૦૨૩ની કલમ- ૧૮૪ તથા મો.વ્હીકલ.ની કલમ- ૨૮૧ મુજબ એક્ટિવા કબજે લઇ કાયદેસરની કાર્યવાહી કરી.”

Niraj Patel