હનુમાન ચાલીસા વાંચવાના ચમત્કારી ફાયદા.. જુઓ કેટલી વાર અને કયા દિવસથી શરૂઆત કરવી

હનુમાન ચાલીસા વાંચવાના ચમત્કારી ફાયદા જુઓ કેટલી વાર અને કયા દિવસથી શરૂઆત કરવી.

હનુમાન દાદા ને પ્રસન્ન કરવા અને તેમનો ચિંતન કરવા માટે ઘણા લોકો હનુમાન ચાલીસાનો પાઠ કરે છે. હનુમાન ચાલીસાનો પાઠ સાચી રીતે કરવાથી જીવનની ઘણી મુશ્કેલીઓ દૂર કરવામાં મદદ મળે છે. દેવોના દેવ મહાદેવના અવતાર છે હનુમાનજી. એવું કહેવાય છે કે આ ધરતી પર માત્ર હનુમાનજી જ નિવાસ કરે છે. હનુમાન ચાલીસા જે તુલસીદાસ દ્વારા લખાયેલ છે. હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી જીવનની ઘણી મુશ્કેલીઓ દૂર કરવામાં મદદ મળે છે. આથી પરિવારમાં સુખ અને શાંતિ પણ રહે છે.

ક્યારે અને કેવી રીતે કરવું?

હનુમાન ચાલીસાનો પાઠ મંગળવાર અથવા શનિવારના દિવસે કરવો અત્યંત શુભ માનવામાં આવે છે. તે જ રીતે, આ ચાલીસાનો રોજ પાઠ કરવા થી હનુમાનજીનો આશીર્વાદ હંમેશા મળતો રહે છે. હનુમાન ચાલીસાને સવાર અથવા સાંજના સમયે લાલ રંગના આસન પર બેસીને વાંચી શકાય છે.

હનુમાન ચાલીસાને સાત વાર વાંચવાથી વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે. મહિનામાં ટોટલ 100 વાર કરવી જોઈએ. જો તમે દિવસ દરમિયાન સાત વાર ના કરી શકો તો એકવાર તો અવશ્ય કરવી જોઈએ.

ભય અને નકારાત્મકતા દૂર કરો

હનુમાન ચાલીસામાં દોહા છે કે ‘ભૂત પિશાચ નિકટ નહીં આવે મહાવીર જ્યારે નામ સુનાવે’. ભય અને ડરથી છુટકારો મેળવવા માટે હનુમાન ચાલીસાનો પાઠ કરવો અત્યંત લાભદાયક માનવામાં આવે છે. તે જ રીતે, આ ચાલીસાનો રોજના પાઠ કરવા થી ઘરના નકારાત્મક ઊર્જા પણ ખતમ થવા લાગે છે.

સુખ-સંમૃદ્ધિ મેળવો

હનુમાન ચાલીસાનો સાત વાર રોજના પાઠ કરવા થી ઘરમાં સુખ-સંમૃદ્ધિમાં વધારો થાય છે. આથી આર્થિક પરિસ્થિતિઓને મજબૂત કરવા અને મનોકામનાઓ પૂર્ણ કરવા માં પણ મદદ મળે છે. તે જ રીતે, હનુમાન ચાલીસાના પાઠ થી વેપારમાં પ્રગતિ કરવા ના પણ યોગ બને છે. ઘરના દરિદ્રતા દૂર થશે, કરો આ ચમત્કારી પાઠ બુદ્ધિમત્તા વધાવો નોકરી પેઢીના લોકો અને વિદ્યાર્થીઓએ નિયમિત હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ. આવું કરવાથી યાદશક્તિમાં સુધારો થાય છે. તેથી બુદ્ધિશાળી અને ગુણવત્તાવાળી બનવા માટે દરેક મંગળવાર અને શનિવારના દિવસે હનુમાન ચાલીસાનો પાઠ જરૂર કરો.

Nirali