દ્વારકા : માતાજીનો પરચો કે ચમત્કાર…ખોડીયાર માતાજીની પ્રતિમા પીવે છે દૂધ, વાત ફેલાતા જ લોકો ઉમટ્યા

ગણેશજીની મૂર્તિ દૂધ પીવે છે, નંદીની મૂર્તિ દૂધ પીવે છે ત્યારે હવે ખોડિયાર માતાજીની મૂર્તિ દૂધ પીવે છે તેવી ઘટના સામે આવી છે. નવરાત્રિના પાવન અવસર પર દ્વારકામાં ખોડિયાર માતાજીની પ્રતિમા દૂધ પીવે તેવી ઘટના સામે આવી.આ વાત વાયુવેગે ફેલાતા જ લોકો મંદિરે ઉમટી પડ્યા છે. લોકો આ ઘટનાને માતાજીનો પરચો અને ચમત્કાર તરીકે જોઈ રહ્યાં છે. (સૌજન્ય : ઝી24 કલાક)

પ્રાપ્ત જાણકારી અનુસાર, પાનેલી ગામ પાસે આવેલ પ્રાચીન ખોડીયાર મંદિરમાં માતાજી દૂધ પીતા હોય તેવી વાત વહેતી થઈ અને સાથે વીડિયો વાયરલ થતાં ભક્તોમાં અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 21 સપ્ટેમ્બરે વર્ષ 1995માં દેશભરમાં અફવા ફેલાઈ હતી કે ભગવાન ગણેશની મૂર્તિ દૂધ પી રહી છે. ગુરુવારે તે દિવસે ગણેશ મંદિરો પર ભક્તોનું ઘોડાપુર જોવા મળ્યું હતું.

આ પછી જાણવા મળ્યું કે તાંત્રિક ચંદ્રાસ્વામીના આશ્રમથી આ અફવા ઉડાવવામાં આવી હતી. ત્યારબાદ વર્ષ 2012માં રાજસ્થાનના અનેક મંદિરોમાં ભગવાન ગણેશની મૂર્તિના દૂધ પીવાની અફવા ફેલાઇ હતી. આ પછી મંદિરોમાં ભક્તોની ભીડ એકત્ર થવાનું શરૂ થઈ ગયું હતું. આ પછી પ્રયાગરાજમાં વર્ષ 2015માં અફવા ફેલાઈ હતી કે નંદીની મૂર્તિ દૂધ પી રહી છે અને ત્યારે પણ ભક્તોની ભીડ ઉમટી પડી હતી. જો કે દૂધ પીવડાવનારા ભક્ત પોતાને ભાગ્યશાળી સમજી રહ્યા છે પરંતુ વૈજ્ઞાનિકો માટે આ માત્ર એક અંધવિશ્વાસ છે.

તેમના અનુસાર, મૂર્તિઓના દૂધ પીવાનું કારણ સરફેસ ટેન્શન એટલે કે પૃષ્ઠ તણાવ છે. પથ્થરની મૂર્તિમાં છિદ્ર હોય છે, જે લિક્વિડને અંદરની તરફ ખેંચે છે. મૂર્તિઓના દૂધ પીવાની પાછળ બીજુ કોઈ કારણ નથી અને તેને ભ્રમ તરીકે ફેલાવવામાં આવે છે. મૂર્તિ એક લિમિટ સુધી લિક્વિડ એબ્ઝોર્બ કરી શકે છે. તમે ઘરમાં પણ કોઈ ડ્રાઈ મૂર્તિને દૂધ પીવડાવશો તો તે પણ પીશે.

 

View this post on Instagram

 

A post shared by Zee 24 Kalak (@zee24kalak)

(Disclaimer: આ વાયરલ વીડિયો છે. ગુજ્જુરોક્સ આ વીડિયોનું પુષ્ટિ નથી કરતું.)

Shah Jina
error: Unable To Copy Protected Content!