અનંત અંબાણીની સાળી અંજલીને જોઇ કે નહિ ? ખુબસુરતીમાં અપ્સરાઓથી કમ નથી.. જુઓ તસવીરો

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નના ફંક્શન શરુ થઇ ગયા છે. ત્યારે અંબાણી પરિવારના દરેક સભ્યોના ફોટો વાયરલ થઇ રહ્યા છે. ઇશા અંબાણી, શ્લોકા અંબાણી હોય કે નીતા અંબાણી દરેકના ડ્રેસથી લઇ તેમની સુંદરતાના ભરપુર વખાણ થઇ રહ્યા છે. તેવામાં અંબાણી પરિવારની નાની વહુ રાધિકા કેવી રીતે પાછળ રહી શકે?

હંમેશા રાધિકા મર્ચન્ટનો દરેક લુક ચર્ચામાં રહે છે. પરંતુ આ વખતે રાધિકાની સાથે તેની બહેન અંજલી મર્ચન્ટનો ફોટો વાયરલ થયો છે. જી, હાં તાજેતરમાં સંગીત સમારોહ પછી, મુંબઈમાં રાધિકાના ઘરે ગ્રહ શાંતિ પૂજા રાખી હતી, તે રાધિકા સાદગીમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી, આ વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે તેની સાથે અંજલી મર્ચન્ટની સુંદરતાએ દરેકનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યુ હતું.

 

View this post on Instagram

 

A post shared by YPB (@yourpoookieboo)

ગ્રહ શાંતિ પૂજામાં રાધિકા પારંપારિક વસ્ત્રોમાં ખૂબ જ સુંદર લાગી રહી છે, તેની બહેન અંજલિ મર્ચન્ટ અને માતા શૈલ વિરેન મર્ચન્ટ પણ તેની સાથે જોવા મળી રહી છે. જોકે રાધિકાનો લુક અદભૂત છે, પરંતુ આ વખતે તેની બહેન અંજલીએ પણ ફેશન પ્રેમીઓનું દિલ જીતી લીધું છે.

અંજલી મર્ચન્ટે સુંદર ગુજરાતી સ્ટાઈલની પટોળા સાડી પહેરી હતી અને ફેશન એક્સપર્ટને પણ તેનો લુક પસંદ આવ્યો હતો. આ ઘેરા લાલ સાડીને જટિલ પરંપરાગત ડિઝાઇનથી શણગારવામાં આવી હતી અને બોર્ડર પર ગોલ્ડન સિક્વિન એમ્બ્રોઇડરી હતી, જે ખૂબ જ સુંદર દેખાતી હતી.

અંજલીના લુકની વાત કરીએ તો, સાડી ખૂબ જ સુંદર હતી અને પલ્લુ ખભાથી સુંદર રીતે લટકતી હતી. ગોલ્ડન વર્ક બ્લાઉઝ સાથે તેનો લુક ખરેખર અદભૂત હતો. અંજલીએ સફેદ ચોકર ગળાનો હાર, એક મોટો લીલો નીલમણિનો હાર, કાનની બુટ્ટી અને માંગ ટીક્કા પહેર્યા હતા. આ બધી વસ્તુઓ તેને રાણીની જેમ સજાવી રહી હતી. મેકઅપમાં તેણે ન્યુડ આઈશેડો, વિન્ગ્ડ આઈલાઈનર, કાજલ, ભરેલી આઈબ્રો, રોઝી ગાલ, હાઈલાઈટર અને ગ્લોસી પિંક લિપસ્ટિક લગાવી હતી. તેના ચળકતા વાળ સુઘડ બનમાં બાંધેલા હતા. આ આખો લુક એટલો સુંદર હતો કે દર્શકો તેને જોતા જ રહી ગયા.

 

View this post on Instagram

 

A post shared by Meera Sakhrani (@meerasakhrani)

ઉલ્લેખનીય છે કે, અંજલી બિઝનેસમેન વિરેન મર્ચન્ટ અને તેની પત્ની શૈલા મર્ચન્ટની દીકરી અને રાધિકાની બહેન છે. અંજલિ મર્ચન્ટે તેનું સ્કૂલિંગ મુંબઈમાં પૂરું કર્યું. તેણે કેથેડ્રલ અને જ્હોન કોનન સ્કૂલમાંથી પોતાનું શિક્ષણ પૂર્ણ કર્યું. સ્નાતક થયા પછી, તેણે લંડન બિઝનેસ સ્કૂલમાંથી માસ્ટર ઑફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશનનો અભ્યાસ પણ કર્યો છે.

yc.naresh