હવેથી રોજ રાશિફળ,જોક્સ-સુવિચાર,ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા → અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ગ્રુપમાં.
એન્ટિલિયામાં થઇ અંનત-રાધિકાની હલ્દી સેરેમની, ઉદિત નારાયણે કર્યું પર્ફોમન્સ, સલમાન સારા સમેત ઘણા સેલેબ્સ પહોંચ્યા, પાન ખાતો જોવા મળ્યો રણવીર- જુઓ વીડિયો
Anant Radhika Haldi Mehndi Ceremony : અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન પહેલાની વિધિઓ શરૂ થઈ ગઈ છે. સોમવારે બંનેની હલ્દી સેરેમની હતી. આ સમારોહમાં પરિવારના સભ્યોની સાથે બોલિવૂડના ઘણા સેલેબ્સે પણ ભાગ લીધો હતો. બધા ટ્રેડિશનલ લુકમાં જોવા મળ્યા હતા. હલ્દી સેરેમનીના ઘણા ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
સલમાન ખાન જે અગાઉ બ્લુ કલરનો પઠાણી સૂટ પહેરીને ફંક્શનમાં હાજરી આપવા ગયો હતો. પાછા આવતાં તે પીળા રંગના કુર્તામાં જોવા મળ્યો હતો. તેના ચહેરા પર પીઠી પણ લગાવવામાં આવી હતી.
રણવીર સિંહે તેના ચહેરા પર ઘણી પીઠી લગાવી હતી. એટલું જ નહીં તેની હલ્દી સેરેમનીનો એક ફોટો પણ વાયરલ થઈ રહ્યો છે જેમાં તે પાન ખાતા જોવા મળી રહ્યા છે.
તમને જણાવી દઈએ કે સલમાન અને રણવીરે આ પહેલા અનંત-રાધિકાની સંગીત સેરેમનીમાં પણ પરફોર્મ કર્યું હતું. રણવીરે સલમાનના ગીત નો એન્ટ્રી પર ડાન્સ કર્યો હતો. તો સલમાને અનંત સાથે ઐસા પહેલી બાર હુઆ હૈમાં પરફોર્મ કર્યું હતું. ઈન્ટરનેશનલ સિંગર જસ્ટિન બીબર સંગીતમાં પરફોર્મ કરવા આવ્યો હતો, જેના ઘણા વીડિયો વાયરલ થયા હતા.
જ્હાન્વી કપૂર, અનન્યા પાંડે અને સારા અલી ખાન પણ હલ્દી સેરેમનીમાં સામેલ થયા હતા. ત્રણેય ખૂબ જ સુંદર લાગી રહ્યા હતા. જ્યાં જ્હાન્વીએ યલો કલરની સાડી પહેરી હતી. સારાએ એ જ રંગબેરંગી લહેંગા-ચોલી પહેરી હતી. અનન્યાએ એ જ અનારકલી સૂટ પહેર્યો હતો. ચાહકોને ત્રણેયનો લુક પસંદ આવ્યો છે.
View this post on Instagram
અનંત અને રાધિકાના લગ્નની વાત કરીએ તો બંને 12 જુલાઈના રોજ લગ્નના બંધનમાં બંધાશે. બંનેના લગ્ન મુંબઈના Jio વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં થશે. ચાહકો લગ્ન જોવા માટે ખૂબ જ ઉત્સાહિત છે કારણ કે દરેક વ્યક્તિ એ જોવા માંગે છે કે જેમના પ્રી-વેડિંગ આટલા ભવ્ય હતા તો લગ્નમાં કેવો ધમાકો થશે.
View this post on Instagram
હવેથી રોજ રાશિફળ,જોક્સ-સુવિચાર,ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા → અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ગ્રુપમાં.