હવેથી રોજ રાશિફળ,જોક્સ-સુવિચાર,ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા → અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ગ્રુપમાં.
Gujarat Rain Paresh Goswami : દેશભરમાં ચોમાસાની શરૂઆત થઇ ગઈ છે અને ઘણા રાજ્યોમાં તો વરસાદ ધોધમાર વરસી રહ્યો છે અને પૂર જેવી સ્થતિઓ પણ ઉભી થઇ ચુકી છે. પરંતુ ગુજરાતમાં હાલ જોઈએ એટલો વરસાદ જોવા નથી મળ્યો. વાદળ ચઢીને આવે છે પરંતુ વરસતા નથી, તેવામાં ખેડૂતો પણ સારા વરસાદની રાહ જોઈને બેઠા છે. આ બધા વચ્ચે હવે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની વરસાદને લઈને એક મોટી આગાહી સામે આવી છે જેનાથી લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ પોતાની યુટ્યુબ ચેનલ પર વરસાદને લઈને આગાહી વ્યક્ત કરી છે. જેમાં તેમને જણાવ્યું છે કે રાજ્યમાં 9 જુલાથી લઈને 11 જુલાઈ સુધી સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે. જેમાં જામનગરના જે વિસ્તારો વરસાદથી વંચિત હતા તે વિસ્તારોમાં વાવણીલાયક વરસાદ 10 જુલાઈના રોજ થવાની સંભાવના તેમને વ્યક્ત કરી છે. આ ઉપરાંત સુરેન્દ્રનગરના ચુડા, સાયલા અને ચોટીલા તાલુકામાં પણ 10 અને 11 તારીખ દરમિયાન સારા અને વાવણીલાયક વરસાદની સંભાવના છે.
પરેશ ગોસ્વામીના જણાવ્યા અનુસાર દક્ષિણ ગુજરાત, મધ્ય-ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક ભાગોમાં વધારે તીવ્રતા જોવા મળી શકે છે. દક્ષિણ ગુજરાતમાં રાજપીપળા, ભરૂચ, અંકલેશ્વર, સુરત, વલસાડ, વાપી, બારડોલી, ડાંગ, આહવામાં ત્રણ દિવસ દરમિયાન ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે. અમુક જગ્યાએ ગાજવીજ અને પવનની ગતિ સાથે વરસાદ જોવા મળે તેવી શક્યતાઓ છે.
આ ઉપરાંત તેમને મધ્ય ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર, આણંદ, નડિયાદ, વડોદરા જેવા વિસ્તારોમાં મધ્યમથી સારો વરસાદ જોવા મળશે તેવી સંભાવના વ્યક્ત કરી છે. જ્યારે મધ્ય ગુજરાતના છોટાઉદેપુર, દાહોદ, ગોધરા, મહીસાગરમાં મધ્યમથી ભારે વરસાદની સંભાવના હોવાનું તેમને જણાવ્યું છે. તેમને જણાવ્યું કે વરસાદનો આ રાઉન્ડ સાર્વત્રિક હશે. આ રાઉન્ડ બહુ લાંબો નહીં ચાલે. 12 તારીખથી હવામાન ખુલ્લુ થવા માંડશે. જ્યારે આ ત્રણ દિવસમાં 10 તારીખે વરસાદની તીવ્રતા વધારે જોવા મળશે.
હવેથી રોજ રાશિફળ,જોક્સ-સુવિચાર,ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા → અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ગ્રુપમાં.