T-20 વર્લ્ડ કપ જીત્યા બાદ ભારતીય ક્રિકેટ ટીમે જ્યારે પહેલી વખત દેશની ધરતી પર પગ મૂક્યો ત્યારે ક્રિકેટ ચાહકોએ પણ તેમના ચેમ્પિયનનું જોરશોરથી સ્વાગત કર્યું. પહેલા દિલ્હી અને પછી મુંબઈ, બંને મોટા શહેરોમાં ચાહકોની ભારે ભીડ જોવા મળી હતી. ચાહકોએ કેપ્ટન રોહિત શર્મા, ઈન્ડિયા ચા રાજા રોહિત શર્માના નારા પણ લગાવ્યા. આ બધા વચ્ચે રોહિત શર્માનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
VIDEO | T20 World Cup-winning Indian cricket team arrived at Wankhede Stadium in Mumbai. pic.twitter.com/UHd1Wr4QuQ
— Press Trust of India (@PTI_News) July 4, 2024
હકીકતમાં ટીમ ઈન્ડિયાનો રોડ શો મુંબઈમાં કરવામાં આવ્યો હતો. જ્યાં ટીમ ઈન્ડિયા બસની છત પર સવાર થઈને મરીન ડ્રાઈવ થઈને વાનખેડે સ્ટેડિયમ પહોંચી હતી. આ દરમિયાન કેપ્ટન રોહિત શર્મા લાખોની ભીડ વચ્ચે બસમાંથી નીચે ઉતર્યો અને દોડી અને ડાન્સ કરતો સ્ટેડિયમ પહોંચ્યો. બાકીની ટીમ બસમાં જ રહી. તેનો આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
View this post on Instagram
ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા 4 જુલાઈ, ગુરુવારે વાનખેડે સ્ટેડિયમમાં રોહિત શર્માની સ્પિચ સાંભળીને રડી પડ્યો હતો. ભારતની T20 વર્લ્ડ કપ 2024 જીતની ઉજવણી દરમિયાન બોલતા રોહિત શર્માએ ટાઇટલ જીતનો શ્રેય હાર્દિક પંડ્યાને આપ્યો હતો. રોહિતે કહ્યું કે પંડ્યાની શાંત રહેવાની ક્ષમતાએ ડેવિડ મિલરને આઉટ કરવામાં મદદ કરી, જેને ટીમ વિશ્વના સૌથી ખતરનાક ખેલાડીઓમાંના એક માને છે. આ સાંભળીને હાર્દિક પંડ્યાની આંખોમાં આંસુ આવી ગયા હતા.
ઉલ્લેખનીય છે કે, આઇપીએલ બાદ હાર્દિક પંડ્યાને ખૂબ જ ટ્રોલ કરવામાં આવ્યો હતો. તેની રમત રમવાની રીત પર પણ ઘણા પ્રશ્નો કરવામાં આવ્યા હતા. જેનોT20 વર્લ્ડ કપ 2024 જીત બાદ તેનો અંત આવ્યો છે. તે સમય હાર્દિક માટે ઘણો કપરો રહ્યો હતો.
View this post on Instagram
વિરાટ કોહલી અને રોહિત શર્માએ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ચક દે ઈન્ડિયાની ધૂન પર ઉજવણી કરી અને ડાન્સ કર્યો. ભારતીય ટીમ મરીન ડ્રાઈવ ખાતે ઓપન-ટોપ બસમાં વિજય પરેડ પછી લગભગ 9 વાગ્યે વાનખેડે સ્ટેડિયમ પહોંચી. વાનખેડે સ્ટેડિયમ પહોંચ્યા બાદ રોહિતે વિરાટ કોહલી અને સાથી ટીમના ખેલાડીઓએ જોરદાર ડાન્સ કર્યો હતો. વાનખેડે સ્ટેડિયમ પહોંચ્યા બાદ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ જોરશોરથી ડાન્સ કર્યો હતો. વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ અને રોહિત શર્મા સહિત તમામ ખેલાડીઓ ડાન્સ કરતા જોવા મળ્યા હતા.
View this post on Instagram