પહેલા ગાલ પર, પછી કપાળ…રોહિતના માતાએ નાના બાળકની જેમ કર્યો કેપ્ટનને કર્યો પ્રેમ.. જુઓ વીડિયો

T-20 વર્લ્ડ કપ જીત્યા બાદ ભારતીય ક્રિકેટ ટીમે જ્યારે પહેલી વખત દેશની ધરતી પર પગ મૂક્યો ત્યારે ક્રિકેટ ચાહકોએ પણ તેમના ચેમ્પિયનનું જોરશોરથી સ્વાગત કર્યું હતું. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ટીમ ઇન્ડિયાનું સન્માન સમારોહ આયોજિત કરવામાં આવ્યું હતુ. જેમાં ભાગ લેવા માટે રોહિત શર્માનો સમગ્ર પરિવાર પણ સામેલ થયો હતો.

રોહિતના માતા પૂર્ણિમા શર્મા તેના પિતા ગુરુનાથ શર્મા અને ભાઈ વિશાલ સાથે કાર્યક્રમમાં સામેલ થયા હતા. ઈવેન્ટની વચ્ચે રોહિત તેના માતા-પિતાને મળવા પહોંચ્યો તો માતાએ દીકરો પર અપાર પ્રેમ વરસાવ્યો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.રોહિત શર્મા જ્યારે પોતાની માતાને મળ્યો તો તેણે ભાવુક થઈ ગયા હતા. રોહિતને જોતા જ માતા પૂર્ણિમા શર્માએ તેને કિસ્સ કરવાનું શરુ કરી દીઘું હતું. રોહિતના ચહેરા પર વારંવાર પ્રેમથી હાથ ફેરવવા લાગે છે. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Purnima Sharma (@purnima_1203)

રોહિત શર્મા ઘણા દિવસોથી દેશની બહાર હતો. T20 વર્લ્ડ કપ 2024નો ચેમ્પિયન બનવા માટે તેણે ન્યૂયોર્ક અને વેસ્ટ ઈન્ડિઝમાં એક મહિનાથી વધુ સમય પસાર કર્યો હતો. આ દરમિયાન, જ્યારે તેની માતાએ તેના ચેમ્પિયન પુત્રને જોયો, ત્યારે તે પોતાની જાતને કાબૂ કરી શકી નહીં. તેથી ભારે ભીડ અને સેલ્ફી વચ્ચે, તેણે સૌથી પહેલા તેના પુત્રના ગાલ અને કપાળ પર કિસ્સા કરી હતી. આ દરમિયાન તેના પિતા પણ હાજર હતા.

 

View this post on Instagram

 

A post shared by Purnima Sharma (@purnima_1203)

ઉલ્લેખનીય છે કે, ટી 20 વર્લ્ડ કપની શાનદાર જીત બાદ રોહિત શર્માની માતા પૂર્ણિમાએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી હતી, જેમાં તેણે કેપ્શનમાં લખ્યું હતું કે, દીકરી તેના ખભા પર છે, ભાઈ તેની સાથે છે અને આખો દેશ તેની પાછળ છે. રોહિતના આ ફોટામાં તેની પુત્રી સમાયરા તેની સાથે છે અને વિરાટ કોહલી તેની સાથે ટી20 વર્લ્ડ કપની ટ્રોફી હાથમાં લઈને ઉભો છે. આ ફોટો પર રોહિત અને વિરાટને GOAT તરીકે દર્શાવવામાં આવ્યા છે એટલે કે ગ્રેટેસ્ટ ઓફ ઓલ ટાઈમ.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

yc.naresh