જીત બાદ બુમરાહનું અમદાવાદમાં સોસાયટીએ કર્યું ભવ્ય સ્વાગત, સૌ ગરબા રમ્યા, માતાએ આરતી ઉતારી, ગળે લગાવ્યો, જુઓ વીડિયો

ટીમને જીત અપાવી અમદાવાદ આવેલા બુમરાહનું થયું ભવ્ય સ્વાગત, માતાએ આરતી ઉતારી, ગળે લગાવ્યો, સાથે ગરબા પણ રમ્યા, જુઓ વીડિયો

Jasprit Bumrah’s welcome in Ahmedabad : ટી-20 વર્લ્ડકપમાં ભારતીય ટીમે જીતનો પરચમ લહેરાવી દીધો છે અને વર્લ્ડકપ જીત્યા બાદ ભારતીય ટીમ જયારે ભારતમાં આવી ત્યારે દરેક ખેલાડીઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. ત્યારે જીતની ઉજવણી બાદ ખેલાડીઓ હવે પોતાના ઘરે જઈ રહ્યા છે અને ત્યાં પણ તેમનું જબરદસ્ત સ્વાગત કરવામાં આવી રહ્યું છે. ભારતને આ જીત અપાવવામાં સૌથી મોટો હાથ ભારતીય ટીમના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહનો પણ રહ્યો છે.

ભારતને વર્લ્ડ ચેમ્પિયન બનાવ્યા બાદ બોલર જસપ્રિત બુમરાહ પોતાના ઘરે પહોંચી ગયો છે. આ દરમિયાન બુમરાહનું તેના હોમ ટાઉન અમદાવાદમાં ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું, જેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. જેમાં બુમરાહનો પરિવાર અને તેના ફેન્સ ઉજવણી કરતા જોવા મળે છે.

તમને જણાવી દઈએ કે જસપ્રીત બુમરાહ જ્યારે તેના હોમ ટાઉન અમદાવાદ પહોંચ્યો ત્યારે તેના ઘરે તેનું જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. વીડિયોમાં જોઈ શકાય છે કે બુમરાહ કાળા રંગની કારમાંથી નીચે ઉતરે છે, ત્યાર બાદ ત્યાં હાજર ભીડ બુમરાહને ફૂલોના હાર પહેરાવે છે અને તેની ખુશીમાં જોરદાર ડાન્સ કરતો જોવા મળે છે. આ દરમિયાન બુમરાહને મીઠાઈ ખવડાવીને મોં મીઠુ કરાવતો જોવા મળે છે.

આ વીડિયોમાં જસપ્રિત બુમરાહની માતા પણ જોવા મળી રહી છે. બુમરાહે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી કેટલીક તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં તે તેની માતા સાથે જોવા મળી રહ્યો છે. તેણે પ્લેયર ઓફ ધ સિરીઝ તરીકે મળેલી ટ્રોફી તેની માતાને ભેટ આપી છે. આ તસવીરોમાં બુમરાહની સફળતાની ખુશી તેની માતાના ચહેરા પર સ્પષ્ટ જોઈ શકાય છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

જસપ્રીત બુમરાહે T20 વર્લ્ડ કપ 2024માં 8 મેચમાં કુલ 15 વિકેટ ઝડપી હતી, જેના માટે તેને પ્લેયર ઓફ ધ સિરીઝનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. બુમરાહે આ વર્લ્ડ કપમાં દરેક મેચમાં જ્યારે ટીમને તેની પાસેથી વિકેટની જરૂર હતી ત્યારે તેણે વિકેટ લીધી હતી. ફાઈનલ મેચમાં તેણે 4 ઓવરમાં 18 રન આપીને 2 વિકેટ ઝડપી હતી અને ટીમ ઈન્ડિયાને મેચમાં વાપસી કરવામાં મદદ કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

Niraj Patel