લગ્નના 24 વર્ષ પછી સીમાભાભીને ખાનથી કેમ તલાખ લેવા પડ્યા? જણાવ્યું ચોંકાવનારું કારણ, કહ્યું કે ખાન સરનેમ હટાવી ત્યારે….

અભિનેતા સોહેલ ખાનની પૂર્વ પત્ની સીમા સજદેહ હાલના દિવસોમાં પોતાની વેબ સિરીઝ ફેબ્યુલસ લાઇફ્સ ઓફ બોલીવુડ વાઈવ્સને લઇને ચર્ચામાં છે. આ વેબ સિરીઝમાં ચંકી પાંડેની પત્ની ભાવના પાંડે, સંજય કપુરની પત્ની મહીપ કપૂર અને સમીર સોનીની પત્ની નીલમ કોઠારીની ગ્લેમરસ લાઇફ દેખાડવામાં આવી છે. પણ આ સીઝનમાં આ પત્નીઓની ગ્લેમરસ લાઈફની પાછળ અમુક એવી ચોંકાવનારી વાતો સામે આવી રહી છે જે લોકોથી છુપી હતી.

સીમા આ સિરીઝની સાથે સાથે પોતાના પર્સનલ જીવનને લીધે પણ ચર્ચામાં બનેલી છે, કેમ કે તેણે હાલમાં જ કેટલાક સમય પહેલા સોહેલ ખાન સાથે છૂટાછેડા લીધા હતા. જો કે બંને ગત પાંચ વર્ષોથી અલગ તો થઇ જ ચુક્યા હતા. એક ઇન્ટરવ્યૂમાં સીમાએ જણાવ્યું કે તેણે ઘરના નેમપ્લેટથી ખાન સરનેમ હટાવી લીધી છે, જેની તસવીર પણ સીમાએ સોશિયલ મીડિયા પર શેર કરી હતી.

આ પર વાત કરતા સીમાએ કહ્યું હતું કે જયારે તેણે ખાન સરનેમ હટાવી ત્યારે તેના દીકરા નિર્વાણ ખાનને આ બાબત પંસદ આવી ન હતી.જેના પર નિર્વાણે કહ્યું કે આપણે ચાર લોકો પરિવારના સદસ્યો છીએ અને દરેક ખાન છે. પણ જે રીતે તમે ખાન સરનેમ હટાવી છે અને માત્ર ત્રણ લોકોના જ નામ લખ્યા છે, તમે એ દેખાડી દીધું કે આપણે પરિવારના ચાર નહિ પણ ત્રણ જ સદસ્યો છીએ.આપણે ખાન છીએ અને ખાન જ રહેવાના છીએ, અને આવી રીતે એક વ્યક્તિનું નામ હટાવવું ઉચિત નથી.

જણાવી દઈએ કે સીમાએ ખાન નામ હટાવીને પોતાનું અને પોતાના બંને બાળકો નિર્વાણ અને યોહાનનું નામ રાખ્યું હતું. જેના બાદ સીમા નિર્વાણ પાસેથી જાણવા માંગે છે કે તેના આ નિર્ણય પર તે શું વિચારે છે, જો કે તેના પર નિર્વાણ કોઈ જ રિએક્શન નથી આપતો. સીમા નિર્વાણને સમજાવે છે કે તે હવે પહેલા કરતા વધારે મજબૂત અને આત્મવિશ્વાસી અનુભવી રહી છે. સીમાનું આવું કરવાથી એ સાબિત થઇ ગયું છે કે હવે તે સોહેલ ખાનથી એકદમ અલગ થઇ ચૂકી છે અને બંનેના રસ્તાઓ પણ અલગ થઇ ચુક્યા છે.

જણાવી દઈએ કે સીમા-સોહેલના લગ્ન 1998માં થયા હતા. વર્ષ 2000માં દીકરા નિર્વાણનો જન્મ થયો હતો અને 2011માં તેઓ સેરોગેસી ટેક્નિક દ્વારા બીજા દીકરા યોહાનના માતા પિતા બન્યા હતા. લગ્નના 24-25 વર્ષ બાદ કપલે છૂટાછેડા લેવાનો નિર્ણય લીધો હતો. એવામાં તેઓના આવા અચાનક અલગ થઇ જવાથી ચાહકોને પણ ઝાટકો લાગ્યો હતો.

Krishna Patel