અંબાણી પરિવાર સાથે રણવીર-દીપિકાએ કર્યુ ગણેશ વિસર્જન, મસ્તીમાં જૂમતો જોવા મળ્યો રણવીર સિંહ
આ દિવસોમાં દેશભરમાં ગણપતિ ઉત્સવની ધૂમ જોવા મળી રહી છે. સામાન્ય લોકોથી લઈને બોલિવૂડ સેલેબ્સ સુધી બધા જ ગણપતિ બાપ્પાના સાનિધ્યમાં જોવા મળી રહ્યા છે. આવી સ્થિતિમાં દેશના જાણીતા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ પણ પોતાના ઘરે બાપ્પાનું સ્વાગત કર્યું હતું. ગુરુવારે રાત્રે અંબાણી પરિવારે તેમના ઘરે લાવેલા ગણપતિ બાપ્પાને વિદાય આપી હતી. આ દરમિયાન બોલિવુડ ઇન્ડસ્ટ્રીના પાવર કપલ રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ પણ આ સફરમાં તેમના સાથી બન્યા હતા. 31 ઓગસ્ટે ગણેશ ચતુર્થીના અવસર પર અંબાણી પરિવારના ઘરે ગણપતિ બાપ્પાનું આગમન થયું હતું.
બાપ્પાને ઘરે લાવીને તેમની સેવા કર્યા પછી મુકેશ અંબાણી, નીતા અંબાણી, આકાશ અંબાણી અને પરિવારના અન્ય સભ્યોએ ગુરુવારે સાંજે ગણપતિ વિસર્જન કર્યું હતું. આ દરમિયાન બોલિવૂડનું લોકપ્રિય કપલ રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ પણ તેમની સાથે જોવા મળ્યા હતા. અંબાણી પરિવારે ગણપતિ બાપ્પાને ધામધૂમથી વિદાય આપી. આ દરમિયાન પરિવારના સભ્યો અને રણવીર-દીપિકા ફૂલોથી શણગારેલી ઓપન ટ્રકમાં મસ્તી કરતા જોવા મળ્યા હતા અને ભગવાન ગણપતિના રંગમાં રંગાયેલા જોવા મળ્યા હતા.
આ પ્રસંગનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં રણવીરનો ઉત્સાહ જોવા જેવો છે. રણવીર ટ્રકમાં ડાન્સ કરતો જોઈ શકાય છે. લુકની વાત કરીએ તો, રણવીર આ દરમિયાન એથનિક આઉટફિટમાં એકદમ હેન્ડસમ લાગી રહ્યો હતો અને આ સાથે અભિનેતાએ સનગ્લાસ પણ કેરી કર્યા હતા. દીપિકા ટ્રેડિશનલ આઉટફિટમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. વીડિયોમાં અંબાણી પરિવારના ઘરની બહારની સજાવટ પણ જોવા મળી રહી છે. આ પહેલા રણવીર સિંહ આનંદ અંબાણીની મંગેતર રાધિકા મર્ચન્ટની અરંગેત્રમ સેરેમનીમાં જોવા મળ્યો હતો.
આ સેરેમનીમાં રણબીર લાલ રંગની શેરવાની પહેરીને પહોંચ્યો હતો. રાધિકા મર્ચન્ટના પ્રથમ ક્લાસિકલ ડાન્સ પરફોર્મન્સની ખુશીમાં અંબાણી પરિવારે આ સમારોહ રાખ્યો હતો. આ સમારોહમાં અંબાણી અને વેપારી પરિવારની સાથે બોલિવૂડના કેટલાક સેલેબ્સ પણ આવ્યા હતા.રણવીર સિંહ તાજેતરમાં જ ફિલ્મફેર એવોર્ડ્સમાં જોવા મળ્યો હતો. અભિનેતાને ફિલ્મ 83માં કપિલ દેવની ભૂમિકા માટે શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ મળ્યો છે. આ અવસર પર દીપિકાએ પોતાના પતિનો ફોટો શેર કરતા તેને ખાસ રીતે અભિનંદન પાઠવ્યા હતા.
View this post on Instagram
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો રણવીર સિંહ આલિયા ભટ્ટ સાથે કરણ જોહરની ફિલ્મ રોકી ઔર રાની કી પ્રેમ કહાની અને રોહિત શેટ્ટીની સકર્સમાં જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે જેકલીન ફર્નાન્ડીઝ અને પૂજા હેગડે હશે. ફિલ્મમાં વરુણ શર્મા પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. રોહિત શેટ્ટી દ્વારા નિર્દેશિત આ ફિલ્મ ક્રિસમસ 2022 પર રિલીઝ થશે. જ્યારે દીપિકા શાહરૂખ ખાન સાથે પઠાણમાં જોવા મળશે. આ સિવાય અભિનેત્રી પ્રભાસ સાથે પણ એક ફિલ્મમાં જોવા મળવાની છે. બીજી તરફ દીપિકા પાદુકોણ મેગા બ્લોકબસ્ટરમાં કપિલ શર્મા સાથે કામ કરતી જોવા મળશે.