બોયફ્રેન્ડ અર્જુન કપૂર સાથે “છૈયા છૈયા” ગીત પર દિલ ખોલીને નાચી મલાઇકા અરોરા, જોવા મળી સિઝલિંગ કેમેસ્ટ્રી- જુઓ વીડિયો

પાર્ટીમાં બે-બે બહેનો છોડીને મલાઇકા સાથે કોઝી થયો અર્જુન, જોતી રહી બહેનો, વીડિયો જોઈને શરમ આવી જશે

ડિઝાઇનર અર્પિતા મહેતા અને કુણાલ રાવલ લગ્નના બંધનમાં બંધાવા જઇ રહ્યા છે અને એવામાં લગ્ન પહેલા આ કપલે ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકો માટે પ્રી વેડિંગ બૈશનું શાનદાર આયોજન કર્યુ હતુ. આ પાર્ટીમાં બી ટાઉનના લગભગ તમામ સેલેબ્સે એકથી એક ચડિયાતા લુકમાં હાજરી આપી હતી. જો કે, આ પાર્ટીમાં સૌથી વધારે ચર્ચા અર્જુન કપૂર અને મલાઇકા અરોરાની થઇ રહી છે. અર્જુન કપૂર અને મલાઈકા અરોરાની જોડીએ પાર્ટીમાં ધૂમ મચાવી હતી.

અર્જુન કપૂર અને મલાઈકા અરોરાની આ પાર્ટીમાંથી ઘણી બધી તસવીરો અને વીડિયો સામે આવ્યા છે જેણે મિનિટોમાં ઈન્ટરનેટ પર કબજો જમાવી લીધો છે. સામે આવેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે અર્જુન મલાઈકાના થ્રોબેક સુપરહિટ ગીત ‘છૈયા-છૈયા’ પર ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન અર્જુન મલાઈકા એકબીજા સાથે ડાંસના રંગમાં ડૂબેલા જોવા મળી રહ્યા છે. તમને જણાવી દઈએ કે આ પાર્ટીમાં કપૂર પરિવારના ઘણા લોકો સામેલ થયા હતા.

આ પાર્ટીમાં અર્જુન કપૂરની બહેનો અંશુલા કપૂર, જાહ્નવી કપૂર, શનાયા કપૂર, અભિનેતાના કાકા-કાકી સંજય કપૂર, મહિપ કપૂર અને અનિલ કપૂરે પણ હાજરી આપી હતી. આવી સ્થિતિમાં, સ્પષ્ટ છે કે અર્જુન કપૂરે બધું ભૂલીને મલાઈકા સાથે જબરદસ્ત ડાન્સ કર્યો હતો. આ પાર્ટીમાં મલાઈકા અરોરા સફેદ લહેંગો ચોલી પહેરીને પહોંચી હતી, તો અર્જુન કપૂર બલૂ સિક્વન્સ વર્ક કુર્તા પાયજામા પહેરી પહોંચ્યો હતો. આ શાહી લગ્નની પાર્ટીમાં મલાઈકા અરોરાનો લુક સોશિયલ મીડિયા પર છવાઇ ગયો છે.

મલાઈકાના આ લુકની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ તસવીરોમાં મલાઈકાને જોઈને કોઈ પોતાને વખાણ કરવાથી રોકી શકતું નથી. આ પહેલીવાર નથી કે મલાઈકા પહેલીવાર આ રીતે લગ્નમાં પહોંચી હોય. મલાઈકા આ પહેલા પણ પોતાના લુકથી તબાહી મચાવી ચૂકી છે. અર્જુન મલાઇકા સાથે ડાંસ દરમિયાન તેના કપાળ પર કિસ કરતો પણ જોવા મળ્યો હતો. આ વીડિયો જોયા બાદ ફેન્સ સતત કોમેન્ટ કરી રહ્યા છે.

કેટલાકે કપલના વખાણ કર્યા તો કેટલાકે કહ્યું કે મલાઈકા કેટલા વર્ષો સુધી એક જ ગીત પર ડાન્સ કરશે. જો કે, ટ્રોલર્સનું તો કામ જ છે ટ્રોલ કરવાનું. પરંતુ ચાહકોને બંનેની જોડી ખૂબ જ ક્યૂટ લાગી રહી છે.જણાવી દઇએ કે, કપૂર પરિવાર સિવાય, આ પાર્ટીમાં વરુણ ધવન, નતાશા દલાલ, રકુલ પ્રીત, જેકી ભગનાની સહિત અન્ય ઘણા સ્ટાર્સે પણ હાજરી આપી હતી.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Shah Jina