શહીદ જવાનની દીકરીના લગ્નમાં CRPFના જવાનોએ કર્યુ એવું કામ કે…જીતી લીધુ દિલ

CRPF જવાનોએ કર્યુ શહીદની દીકરીનું કન્યાદાન, 2010માં શહીદ થયા હતા દુલ્હનના પિતા- જુઓ તસવીરો નીચે

રાજસ્થાનના અલવરમાં થયેલા એક લગ્ન ચર્ચાનો વિષય બની રહ્યા છે. જ્યાં CRPFના અધિકારીઓ અને જવાનોએ શહીદ સૈનિકની પુત્રીના લગ્નને સમર્થન આપીને પિતા અને ભાઈની ફરજ નિભાવી હતી. અમર શહીદ રાકેશ મીણાની પુત્રીના લગ્ન 23 એપ્રિલના રોજ રાજગઢ સબડિવિઝન વિસ્તારના દુબ્બી ગામમાં થયા હતા. આ લગ્નમાં CRPFના અધિકારીઓ પણ આવ્યા હતા અને કન્યાદાન કર્યું હતું.

દુલ્હનના પિતા 2010માં શહીદ થયા હતા. શહીદના કાકાએ જણાવ્યું કે, પિતાના જવાથી પરિવાર તૂટી ગયો હતો, મોટી પુત્રી સારિકાના લગ્ન કઠુમરના રહેવાસી નરેન્દ્ર મીણા સાથે 23 એપ્રિલના રોજ થયા. આ લગ્નમાં CRPF અધિકારીઓએ સારિકાને આશીર્વાદ આપ્યા હતા. સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સના ડીઆઈજી સંજય સાથે બે કમાન્ડન્ટ્સ, ઈન્સ્પેક્ટર, રાજગઢના નાયબ પોલીસ અધિક્ષક મનીષા મીના અને સીઆરપીએફ બટાલિયનના જવાનો હાજર હતા.

લગ્ન દરમિયાન સારિકાના ખાતામાં CRPF ફંડમાંથી 1 લાખ 51 હજાર રૂપિયા જમા થયા હતા. કેન્દ્ર સમુહ પ્રથમ અજમેર બટાલિયન વતી એસી, મિક્સર, ઇલેક્ટ્રોનિક સ્ટવ અને અન્ય વસ્તુઓ ભેટમાં આપવામાં આવી બતી અને 21 હજાર રૂપિયા રોકડા આપવામાં આવ્યા હતા.

સીઆરપીએફના અધિકારીઓ અને જવાનોએ કહ્યુ- અમે તમારા પુત્ર, ભાઈ અને પુત્રીના પિતાને તો પાછા નથી લાવી શકતા પણ અમારો પરિવાર દરેક સુખ-દુઃખમાં તમારી સાથે ખભેથી ખભો મિલાવીને ઊભો રહેશે.

Shah Jina