હવે ટી-20વર્લ્ડ કપમાં આતંકી હુમલાની ધમકી:પાક.-અફઘાનમાં સક્રિય આતંકી સંગઠને વીડિયો મોકલ્યો

T20 વર્લ્ડ કપમાં આતંકી હુમલાનો ખતરો, નોર્થ પાકિસ્તાનથી મળી ધમકી

T20 વર્લ્ડ કપ 2024 પર આતંકવાદનો પડછાયો, મળી ધમકી : પ્રધાનમંત્રીએ કર્યો ચોંકાવનારો ખુલાસો

અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝમાં યોજાનારા ટી20 વર્લ્ડ કપ 2024 શરૂ થવામાં હવે એક મહિનો પણ બાકી નથી, એ પહેલા જ એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા, એવું કહેવામાં આવ્યું છે કે ક્રિકેટ વેસ્ટ ઈન્ડિઝને આગામી ઇવેન્ટને લઇને આતંકવાદી ધમકી મળી છે. રિપોર્ટમાં કહેવામાં આવી રહ્યું છે કે વૈશ્વિક ક્રિકેટ ઈવેન્ટ પર ઉત્તર પાકિસ્તાન તરફથી ખતરો છે, જેના કારણે ક્રિકેટ નિકાયે તાત્કાલિક પગલાં લીધા છે અને કડક સુરક્ષાના ઉપાય કર્યા છે.

જણાવી દઈએ કે T-20 વર્લ્ડ કપ 29 જૂન સુધી વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકામાં રમાશે. રીપોર્ટ અનુસાર, પ્રો-ઈસ્લામિક રાજ્ય (IS) એ હિંસા ભડકાવનાર અભિયાન શરૂ કર્યું છે, જેમાં IS-ખોરાસન (IS-K) ના વીડિયો સંદેશ સામેલ છે, જેમાં ઘણા દેશોમાં થયેલા હુમલાઓને પ્રકાશિત કરવામાં આવ્યા છે અને સમર્થકોને યુદ્ધના મેદાનમાં સામેલ થવાનો આગ્રહ કરવામાં આવ્યો છે.

T20 વર્લ્ડ કપ 2024 ગ્રુપ: (અફઘાનિસ્તાન સ્ક્વોડ)
ગ્રુપ A- ભારત, પાકિસ્તાન, આયર્લેન્ડ, કેનેડા, યુએસએ
ગ્રુપ B- ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, નામીબિયા, સ્કોટલેન્ડ, ઓમાન
ગ્રુપ C- ન્યુઝીલેન્ડ, વેસ્ટ ઈન્ડિઝ, અફઘાનિસ્તાન, યુગાન્ડા, પાપુઆ ન્યુ ગીની
ગ્રુપ D- દક્ષિણ આફ્રિકા, શ્રીલંકા, બાંગ્લાદેશ, નેધરલેન્ડ, નેપાળ

T20 વર્લ્ડ કપ 2024 ફોર્મેટ
જણાવી દઈએ કે આ વખતે યજમાન વેસ્ટ ઈન્ડિઝ અને યુએસએ છે, જ્યાં T-20 વર્લ્ડ કપની મેચો રમાશે. આ વખતે T-20 વર્લ્ડ કપમાં 20 ટીમો ભાગ લઈ રહી છે. T-20 વર્લ્ડ કપ 1 જૂનથી 20 જૂન સુધી રમાશે. તમામ 20 ટીમોને 5-5ના 4 ગ્રુપમાં વહેંચવામાં આવી છે. દરેક ગ્રુપની ટોપ 2 ટીમ સુપર 8માં પહોંચશે. આ પછી સુપર 8 રાઉન્ડમાં 8 ટીમોએ મેચ રમવાની. સુપર 8માં પણ ટીમોને 4-4ના બે ગ્રુપમાં રાખવામાં આવશે. સુપર 8માં બંને ગ્રૂપની ટોપ 2 ટીમો સેમિફાઇનલમાં પહોંચશે. બે સેમી ફાઈનલ મેચ રમાશે. આ પછી, સેમિફાઇનલ મેચ જીતનારી ટીમો એકબીજા સામે ફાઇનલમાં ટકરાશે.

Shah Jina