કોઇ હિરોઇનથી કમ નથી IPS આશના ચૌધરી, બે વાર નિષ્ફળતા મળ્યા બાદ ત્રીજા પ્રયાસમાં ક્રેક કરી UPSC

લાખોની ભીડમાં પોતાની ઓળખ બનાવવી સરળ નથી. UPSC CSE 2022 પરીક્ષામાં કુલ 933 ઉમેદવારો સફળ થયા હતા અને તેમાંથી એક છે આશના ચૌધરી. આશના ઉત્તર પ્રદેશના હાપુડ જિલ્લાના પિલખુવાની રહેવાસી છે. તે પરફેક્ટ ‘બ્યુટી વિથ બ્રેઈન’ છે. 4 વર્ષ પહેલા જોશ ટોક્સે UPSC પાસ કર્યા બાદ આશના ચૌધરીનો ઇન્ટરવ્યુ લીધો હતો. આશના ચૌધરી પોતાને ‘PhD ફેમિલી’નો એક ભાગ ગણાવે છે. મતલબ કે તેના ઘરના મોટાભાગના લોકો પીએચડી હાંસિલ કરેલ પ્રોફેસર છે.

 

આવી સ્થિતિમાં તેના પર પોતાને સાબિત કરવાનું ઘણું દબાણ હતું. તેના પિતા સરકારી નોકરીઓ અને ખાસ કરીને નાગરિક સેવાઓથી ખૂબ પ્રભાવિત હતા. આવી સ્થિતિમાં આશના ચૌધરી પણ UPSC સિવિલ સર્વિસ તરફ આકર્ષાઈ. આશનાએ ગાઝિયાબાદ સ્થિત દિલ્હી પબ્લિક સ્કૂલમાંથી અભ્યાસ કર્યો છે. તેણે 12માની બોર્ડની પરીક્ષા હ્યુમેનિટીઝ વિષય સાથે આપી હતી. આ પછી 2019માં તેણે લેડી શ્રી રામ કોલેજ, દિલ્હી યુનિવર્સિટીમાં ઇંગ્લિશ લિટરેચરમાં ઓનર્સ કર્યું.

 

2023માં તેણે નવી દિલ્હી સ્થિત સાઉથ એશિયન યુનિવર્સિટીથી ઇન્ટરનેશનલ રિલેશંસમાં માસ્ટર્સ કર્યું. ગ્રેજ્યુએટ થયા પછી આશનાએ 1 વર્ષનો બ્રેક લીધો અને અને UPSC પરીક્ષાની તૈયારી શરૂ કરી. આશના યુપીએસસી પરીક્ષાના પહેલા અને બીજા અટેમ્પટમાં અસફળ થઇ ગઇ હતી, પહેલા અટેમ્પટ બાદ તેણે એક વર્ષનો બ્રેક લીધો અને લગભગ 5 મહિના સુધી વાજીરામ એન્ડ રવિના ઓનલાઇન પોર્ટલ પર પોતાને એનરોલ કરી.

 

તેણે ગ્રેજ્યુએશન બાદ જ UPSC પરીક્ષા આપવાનો નિર્ણય કર્યો હતો. આ માટે તેણે પૂરા સિલેબ્સને સ્કેન કર્યો, છેલ્લા વર્ષોના પ્રશ્નપત્રો જોયા અને પછી સ્ટ્રેટેજી બનાવી. આશના ચૌધરીએ UPSC CSE 2022ની પરીક્ષામાં ત્રીજા પ્રયાસમાં 116મો રેન્ક મેળવ્યો. વાજીરામ અને રવિના પોર્ટલ ઉપરાંત તે Unacademy ની T20 ફ્રી ટેસ્ટ સિરીઝ પણ આપતી હતી.

 

આનાથી તેને વર્તમાન બાબતોની તૈયારી કરવામાં અને નોંટ્સ બનાવવામાં મદદ મળી. તેની માતાએ વિચાર્યું કે તે પ્રથમ પ્રયાસમાં નિષ્ફળ થયા પછી તેની તૈયારી છોડી દેશે પરંતુ આશનાએ UPSC પરીક્ષાની તૈયારી ના છોડી અને ગિવ અપ પણ ના કર્યુ. આશના માસ્ટર્સના અભ્યાસ સાથે દરરોજ 4-8 કલાક UPSC માટે તૈયારી કરતી. તે બહુ ખુશમિજાજ અને પોઝિટિવ છે.

 

તે જીવનમાં પડકારો અને સમસ્યાઓને તેના પર હાવી થવા દેતી નથી. જ્યારે તે પરેશાન હતી, ત્યારે તે કોમેડી વીડિયો જોઈને તેનો મૂડ ફ્રેશ કરતી હતી. આશના UPSC ઉમેદવારોને હંમેશા તેમનો પ્લાન B તૈયાર રાખવાની સલાહ આપે છે. હાલમાં તે સેવા અને કેડર એલોકેશનની રાહ જોઈ રહી છે.

Shah Jina