ગાડીમાં 3 વર્ષની બાળકીને ભૂલી મમ્મી પપ્પા ચાલ્યા ગયા લગ્નમાં, દમ ઘૂંટવાના કારણે થયું મોત, ડીજેના તાલમાં દબાઈ ચીસો

તડકામાં કાર પાર્ક કરીને 3 વર્ષની દીકરીને કારમાં જ ભૂલી ગયા માતા પિતા, 2 કલાક પછી જોયું તો મૃત મળી બાળકી, માતા-પિતાના રડી રડીને હાલ બેહાલ

Child dies after suffocation in car : હાલ દેશભરમાં કાળઝાળ ગરમી પડી રહી છે અને આવા સમયે લોકો ઘરની બહાર નીકળવાનું પણ ટાળતા હોય છે, પરંતુ આવા સમયે કોઈ સામાજિક પ્રસંગ કે લગ્ન હોય તો જવું પણ અનિવાર્ય બને છે. ત્યારે કોઈક જગ્યાએ પાર્કિંગ છાંયડા વાળું ના મળતા તડકામાં પણ વાહન પાર્ક કરવું પડે છે અને પછી જયારે વાહન કેટલું ગરમ થઇ જાય છે એ આપણે બધા જ જાણીએ છીએ. ત્યારે જો આવી ગરમીમાં પાર્ક કરેલા વાહનમાં કોઈ અંદર રહી જાય તો ? તેના શું હાલ થાય તે કલ્પના પણ ના કરી શકો.

હાલ એવી જ એક ઘટના સામે આવી છે, જેમાં એક માતા પિતા પોતાની 3 વર્ષની બાળકીને પાર્ક કરેલી કારમાં ભૂલી ગયા અને તેમાં દમ ઘૂંટવાના કારણે બાળકીનું મોત થઇ ગયું. આ મામલો સામે આવ્યો છે રાજસ્થાનના કોટા જિલ્લાના ઇટાવા સબડિવિઝનમાંથી. બાળકીના માતા-પિતા તેને કારમાં ભૂલીને લગ્નમાં ગયા હતા. માસૂમ બાળકી લગભગ 2 કલાક સુધી બંધ કારમાં હાજર રહી અને તેના કારણે તેનો શ્વાસ રૂંધાઈ ગયો અને તેનું મોત નીપજ્યું.

આ દરમિયાન બાળકી કદાચ રડી પડી હશે, બૂમો પણ પાડી હશે, પરંતુ લગ્ન સમારોહમાં ડીજે જોરથી વગાડવામાં આવી રહ્યું હતું, જેમાં તેઓ અવાજ પણ દબાઈ ગયો. આવી સ્થિતિમાં કાર તરફ કોઈએ ધ્યાન ન આપ્યું. કાર પણ તડકામાં ઉભી હતી. માહિતી મળતાં જ પરિવારજનો બાળકીને તાત્કાલિક ઈટાવા હોસ્પિટલ લઈ ગયા, જ્યાં હાજર ડોક્ટર્સે તેને મૃત જાહેર કરી, શરૂઆતમાં ડોક્ટર્સનું માનવું છે કે બાળકીને શ્વાસ લેવામાં તકલીફ થઈ હશે, પરંતુ કોઈનું ધ્યાન તેના પર ના ગયું.

આ મામલે પરિવારજનોએ કોઈપણ પ્રકારની પોલીસ કાર્યવાહીનો ઈન્કાર કર્યો છે. જે બાદ બાળકીનો મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવ્યો છે. કેસ મુજબ, વિજ્ઞાન નગરના રહેવાસી પ્રદીપ નાગર તેની પત્ની અને બે પુત્રીઓ સાથે ખતૌલી પોલીસ સ્ટેશન વિસ્તારના જોરાવરપુરા ગામમાં લગ્નમાં હાજરી આપવા માટે ગયા હતા, જ્યાં ગામમાં પહોંચ્યા પછી તેઓએ કાર પાર્ક કરી. તે સમયે માસુમ 3 વર્ષની ગર્વી  સૂતી હતી.

બંને પતિ-પત્ની અને મોટી પુત્રી કારમાંથી નીચે ઉતરીને ચાલ્યા ગયા હતા. પ્રદીપને લાગ્યું કે પત્ની બાળકીને લઈ ગઈ છે, જ્યારે પત્નીએ પણ વિચાર્યું કે પતિ લઈ ગયો હશે. બંને લગ્ન સમારોહમાં વ્યસ્ત થઈ ગયા. 2 કલાક પછી બંને સામસામે આવ્યા ત્યારે ગર્વી વિશે પૂછ્યું. આ પછી, ઘટનાની માહિતી મળી. બંને કાર પાસે દોડ્યા ત્યારે બાળકી બેભાન અવસ્થામાં પડી હતી. આ પછી જ્યારે તેને હોસ્પિટલ લઈ જવામાં આવી ત્યારે ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી.

Niraj Patel