આઉટ અપાતા જ કેપ્ટને કર્યો સીધો છૂટ્ટો બેટનો ઘા, ફેંકી દીધું હેલમેટ,પિત્તો આસમાને, વિડીયો વાયરલ

BAN vs IND : મહિલા કેપ્ટને સીધો કર્યો બેટનો ઘા, આઉટ અપાતા જ પિત્તો ગયો

ભારતીય મહિલા ક્રિકેટ ટીમ બાંગ્લાદેશના પ્રવાસે છે. બંને ટીમો વચ્ચે T20 સિરીઝ રમાઈ રહી છે. ભારતીય ટીમે સિરીઝની ત્રીજી મેચમાં આસાનીથી જીત મેળવી હતી. એવું ભાગ્યે જ બને છે કે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે કોઈ સિરીઝ હોય અને કોઈ વિવાદ ન થાય. છેલ્લી વખતે જ્યારે ભારતીય મહિલા ટીમે બાંગ્લાદેશને હરાવ્યું હતું,

ત્યારે અમ્પાયર અને હરમનપ્રીત કૌર વચ્ચે ઘણી વખત ઘર્ષણ થયું હતું. તેના કારણે તેના પર પ્રતિબંધ પણ મૂકવો પડ્યો હતો. આ વખતે બાંગ્લાદેશ મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન પોતાનો ગુસ્સો ગુમાવી બેઠી. ઇનિંગ્સની 19મી ઓવરમાં અમ્પાયરે બાંગ્લાદેશની કેપ્ટન નિગાર સુલ્તાનાને LBW આઉટ આપ્યો, જેને કારણે તે ખૂબ જ નાખુશ હતી.

પેવેલિયન પરત ફરતી વખતે સુલતાના ખૂબ જ ગુસ્સામાં દેખાતી હતી. ટીમના ડગઆઉટની નજીક તેણે તેના સાથી ખેલાડીઓને સંકેત આપ્યો કે બેટ લાગ્યુ હતુ. આ પછી તેણે ગુસ્સામાં પોતાનું બેટ અને હેલ્મેટ બંને ફેંકી દીધું. ભારતીય ટીમે 5 મેચની T20 સિરીઝ જીતી લીધી છે. પ્રથમ મેચ 44 રને અને બીજી 19 રને જીત્યા બાદ ભારતે સિરીઝની ત્રીજી મેચ 7 વિકેટે જીતી હતી.

Shah Jina