હે ભગાવન ફરી ગમખ્વાર અકસ્માતથી ધ્રુજી ઉઠ્યું ગુજરાત ! વડોદરામાં આઇસર અને ટ્રેલર વચ્ચે જોરદાર ટક્કર, સામાજિક પ્રસંગમાં જતા 29 લોકોને થઇ ઇજા

બાબરીના પ્રસંગે પહોંચે તે પહેલા જ પરિવારનો અકસ્માત, ટેમ્પો-ટ્રકના અકસ્માતમાં 30 ઘાયલ, એકનું મોત

Icer and trailer accident in Vadodara : ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી અકસ્માતની ઘણી ઘટનાઓ સામે આવી રહી છે આવા અકસ્માતની અંદર ઘણા લોકોએ પોતાનો જીવ પણ ગુમાવ્યો છે અને ઘણા લોકો ઘાયલ પણ થતા હોય છે. મોટાભાગના અકસ્માત માનવ બેદરકારીના કારણે જ થતા જોવા મળે છે, ત્યારે હાલ એક એવા જ ગમખ્વાર અકસ્માતની ઘટના વડોદરામાંથી સામે આવી છે, જ્યાં આઇસર અને ટ્રેલર વચ્ચે જોરદાર અકસ્માત સર્જાયો હતો અને આ અકસ્માતમાં લગ્નમાં જતા લોકો ઘાયલ થયા હતા.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર આ અકસ્માત સર્જાયો છે વડોદરાના સાંકરદા ગામ નજીક. જ્યાં આઇસર અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાતા 29 લોકો ઈજાગ્રસ્ત બન્યા હતા અને એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. આ તમામ લોકો આઇસરમાં બેસીને અડાસથી નટવર ગામમાં સામાજિક પ્રસંગે જતા હતા, ત્યારે જ તેમનો ટ્રેકર સાથે અકસ્માત સર્જાયો હતો. તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે એએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાને લઈને પોલીસ પણ દોડી આવી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ગંભીર અકસ્માતના પગલે ઘટના સ્થળે લોકોના ટોળા પણ ઉમટી પડ્યા હતા. ઘાયલોને 108 મારફતે હોસ્પિટલમાં ખસેડવાની વવ્યવસ્થા પણ કરવામાં આવી હતી. તમામ લોકો સામાજિક પ્રસંગમાં જઈ રહ્યા હતા, ત્યારે આવા સમયે અકસ્માતની ઘટના બનતા પ્રસંગમાં પણ શોકનો માહોલ જોવા મળ્યો હતો. સગા સંબંધીઓ પણ તાત્કાલિક હોસ્પિટલ દોડી આવ્યા હતા.

 

Niraj Patel