પોતાના જ દીકરા સાથે અફેર અને શરીર સંબંધ બાંધવો મહિલા નેતાને પડ્યો ભારે, પતિએ રંગે હાથ પકડી અને પાર્ટીએ કરી સસ્પેંડ

થાઈલેન્ડથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા, જાણીતા મહિલા નેતા પ્રાપાપોર્ન ચોઇવાડકોહને પતિ દ્વારા દત્તક લીધેલા 24 વર્ષના પુત્ર સાથે વાંધાજનક હાલતમાં રંગેહાથ પકડવામાં આવી છે. બંનેનો આ પુત્ર સાધુ છે. પ્રાપાપોર્નના પતિએ બંનેનો એક વીડિયો બનાવ્યો અને સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો. ત્યારે આ વીડિયો સામે આવ્યા બાદ રાજનેતા પ્રાપાપોર્નને પબ્લિક ઓફિસથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટના અહેવાલ મુજબ, પ્રાપાપોર્ન અને તેના પતિ ટીએ ગયા વર્ષે એક મંદિરમાંથી સાધુ ફ્રા મહાને દત્તક લીધો હતો. રીપોર્ટ અનુસાર, ટીને પહેલાથી જ પત્ની અને પુત્રની નજીકતા પર શક હતો. ઘટનાના દિવસે જ્યારે પ્રાપાપોર્ને તેના ફોનનો જવાબ ન આપ્યો ત્યારે તે ઘરે દોડી ગયો અને પછી તેણે જે નજારો જોયો તે બાદ તો તેના પગ નીચેથી જમીન સરકી ગઈ.

તેણે જોયું કે તે બંને આપત્તિજનક સ્થિતિમાં હતા. ટીએ કહ્યુ- ‘જ્યારે મેં તેમને એકસાથે જોયા ત્યારે મને ખૂબ ગુસ્સો આવ્યો, મને ખૂબ જ ઠગેલ મહેસૂસ થયુ. હું તેના માટે ગોલ્ડથી માંડી ના જાણે શું-શું મોંઘી મોંઘી ગિફ્ટ લાવતો. મેં અગાઉ પત્નીને પુત્રની કેબિનમાં જતી જોઈ જ્યારે ચારે બાજુ પડદા હતા. મેં લાંબા સમય સુધી દરવાજો ખખડાવ્યો, પરંતુ કોઈએ જવાબ આપ્યો નહીં.

જ્યારે તે બહાર આવી ત્યારે મને શંકા ગઇ પરંતુ તેણે કહ્યું કે તે તેની સાથે પ્રાર્થના કરી રહી છે. મને લાગે છે કે છોકરાએ મારી પત્નીને છેતરીને ફસાવી છે અને હવે જ્યારે ટીએ બંનેને વાંધાનજક સંજોગોમાં એકસાથે પકડ્યા ત્યારે વીડિયો બનાવ્યો. તેણે બેડશીટ ખેંચીને કહ્યું- હવે તમે બંને ખુશ છો ? જો કે આ સમયે તેણે કહ્યું- અમારી વચ્ચે એવું કંઈ થયું નથી જેવું લાગે છે. દીકરો મુશ્કેલીમાં હતો એટલે અમે વાત જ કરતા હતા.

Shah Jina