બોલિવૂડ એક્ટ્રેસ અમીષા પટેલ, જેણે સની દેઓલ સાથે તેની છેલ્લી ફિલ્મ ગદર 2થી બધાને પ્રભાવિત કર્યા હતા તે તેના સેક્સી દેખાવથી સોશિયલ મીડિયા પર તાપમાન વધારી રહી છે. અભિનય ઉપરાંત અમીષા બોલ્ડ લુકથી હોટનેસ ફ્લોન્ટ કરવા માટે જાણીતી છે. હાલમાં જ મંગળવારે રાત્રે અભિનેત્રી ખૂબ જ હોટ આઉટફિટમાં જોવા મળી હતી.
આ દરમિયાનનો તેનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. અમીષા પટેલ બ્લેક આઉટફિટમાં ઈવેન્ટમાં પહોંચી હતી. રગ્ડ બ્લેક પેન્ટ સાથે કટ સ્લીવ ટોપમાં અમીષાના સ્ટાઇલિશ આઉટફિટએ ચાહકોના દિલ જીતી લીધા હતા. આ લુક સાથે અમીષાએ હળવા વજનનો નેકલેસ પહેર્યો હતો.
પોતાની પહેલી જ બ્લોકબસ્ટર ફિલ્મ કહો ના પ્યાર હૈથી કરિયરની શરૂઆત કરનાર બોલિવૂડ એક્ટ્રેસ અમીષા પટેલની ગદર:એક પ્રેમ કથા બોલિવુડની સૌથી હિટ ફિલ્મોમાં સામેલ છે. અમીષાને ગદરની સકીના તરીકે ઘણી ખ્યાતિ મળી છે. આ સિવાય અમીષા હમરાજ, ક્યા યે પ્યાર હૈ, ભૂલ ભુલૈયા અને રેસ 2 જેવી ઘણી ફિલ્મોમાં જોવા મળી છે.
છેલ્લા ઘણા વર્ષોથી ફિલ્મોમાં અનએક્ટિવ અમીષાએ ગયા વર્ષે જ ઇન્ડસ્ટ્રીમાં કમબેક કર્યું, અને ફરી એકવાર તેની ફિલ્મ ગદર 2થી પ્રખ્યાત થઈ. જણાવી દઈએ કે ફિલ્મ ગદરની જેમ ગદર 2 એ પણ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી દીધી હતી.
View this post on Instagram