ટીવી એક્ટ્રેસ અને ‘બિગ બોસ 13’ કંટેસ્ટેંટ આરતી સિંહે મુંબઈ સ્થિત બિઝનેસમેન દીપક ચૌહાણ 25 એપ્રિલના રોજ લગ્ન કર્યા. ગોવિંદાની ભાણી અને કોમેડિયન કૃષ્ણા અભિષેકની બહેન આરતી સિંહે વર્ષોથી જોયેલું સપનું આખરે પૂરું થયુ. અભિનેત્રીએ જુહુના ઇસ્કોન મંદિરમાં દીપક ચૌહાણ સાથે ફેરા ફર્યા હતા. આ દરમિયાનની ઘણી તસવીરો અને વીડિયો સામે આવ્યા.
રેડ લહેંગામાં આરતીને જોઇ ચાહકો તો દીવાના બની ગયા હતા. ત્યારે હવે આરતી અને દીપકની વધુ કેટલીક તસવીરો અને વીડિયો સામે આવ્યા છે. આ દરમિયાન આરતીનો બીજો બ્રાઇડલ લુક જોવા મળ્યો. આરતીએ વરમાળા માટે રેડ લહેંગો પસંદ કર્યો હતો જ્યારે ફેરા માટે પિંક સાડી લુક અપનાવ્યો. બીજા વેડિંગ લુક વિશે વાત કરીએ તો આરતી ગુલાબી સાડીમાં સુંદર લાગી રહી હતી.
દીપક પણ શેરવાનીમાં હેન્ડસમ લાગી રહ્યો છે. આરતીના ફેરા સમયનો વીડિયો પણ સામે આવ્યો છે, આ ઉપરાંત એક વીડિયોમાં તે મંડપમાં બેઠેલી જોવા મળી રહી છે. આ દરમિયાન તે ખૂબ જ ભાવુક થઈ જાય છે. વાસ્તવમાં દીપક જેવું આરતીને મંગળસૂત્ર પહેરાવે છે કે આરતી ભાવુક થઇ જાય છે અને તેની આંખમાંથી આંસુ આવી જાય છે.
આરતી સિંહના લગ્નમાં બધા જેની રાહ જોઈ રહ્યા હતા તે એટલે કે અભિનેત્રીના મામા ગોવિંદા પણ આવી પહોંચ્યા હતા. ગોવિંદાએ બ્લેક સૂટમાં ભવ્ય એન્ટ્રી લીધી હતી.
View this post on Instagram
જણાવી દઈએ કે, ગોવિંદા અને તેમની પત્ની સુનીતાનો કૃષ્ણા અભિષેક અને કાશ્મીરા શાહ સાથે ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. પરિવારનો આંતરિક વિખવાદ લોકો સમક્ષ પણ આવી ગયો હતો. ઘણી વખત ગોવિંદા અને સુનીતાએ પોતાની નારાજગી પણ વ્યક્ત કરી.
View this post on Instagram
જો કે તમામ વિવાદો છતાં કાશ્મીરા શાહે તાજેતરમાં કહ્યું હતું કે જો ગોવિંદા બધું ભૂલીને આરતી સિંહના લગ્નમાં આવશે તો તે તેના ચરણ સ્પર્શ કરશે અને આશીર્વાદ લેશે. ત્યારે ગોવિંદા પણ વિવાદને બાજુ પર રાખી ભાણી આરતીના લગ્નમાં પહોંચ્યા હતા.
View this post on Instagram