એક હિરોઈને તો ઢળતી ઉંમરે એક સાથે આપ્યો ત્રણ બાળકોને જન્મ, લિસ્ટ જાણીને ચોંકી જાવશે
બોલિવુડ અભિનેત્રીઓની પ્રેગ્નેંસીને લઈને આ દિવસોમાં ફિલ્મી દુનિયામાં ઘણા સમાચારો ચાલી રહ્યા છે. બોલિવૂડ અભિનેત્રીઓમાં 40 વર્ષની ઉંમર પછી માતા બનવું એ કંઇ નવુ નથી. બોલિવૂડમાં ઘણી એવી અભિનેત્રીઓ છે જે 40 વર્ષની ઉંમર પછી માતા બની છે. બી-ટાઉનની જાણીતી અભિનેત્રી બિપાશા બાસુ તેની પ્રેગ્નન્સીને લઈને છેલ્લા થોડા સમયથી ઘણી ચર્ચામાં છે.
બિપાશા બાસુએ હાલમાં જ પોતાની પહેલી પ્રેગ્નન્સીની જાહેરાત કરી છે. તે 43 વર્ષની ઉંમરે માતા બનવા જઈ રહી છે. બિપાશાએ 6 વર્ષ પહેલા કરણ સિંહ ગ્રોવર સાથે લગ્ન કર્યા હતા. તમને જણાવી દઈએ કે બિપાશા બાસુ પણ તે અભિનેત્રીઓની યાદીમાં સામેલ થઈ ગઈ છે જે 40 વર્ષની ઉંમર પછી માતા બનવા જઈ રહી છે.
કરીના કપૂર : પટૌડી બેગમના નામથી જાણીતી કરીના કપૂર ખાન હંમેશા પોતાના અંગત જીવનને લઈને ચર્ચામાં રહે છે, જણાવી દઈએ કે તેણે વર્ષ 2012માં સૈફ અલી ખાન સાથે લગ્ન કર્યા હતા, આજે તેને બે પુત્રો તૈમુર અને જહાંગીર છે, બંને હંમેશા ચર્ચાનો વિષય બન્યા રહે છે. જણાવી દઈએ કે કરીના કપૂર 40 વર્ષની ઉંમરમાં બીજી વખત માતા બની હતી. એટલું જ નહીં, તે આજે પણ પોતાની પ્રેગ્નન્સીને લઈને હંમેશા ચર્ચાનો વિષય રહે છે. સૈફ અલી ખાન અને કરીનાની જોડીને ખૂબ જ પસંદ કરવામાં આવે છે.
ફરાહ ખાન : બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં ફેમસ કોરિયોગ્રાફર તરીકે જાણીતી ફરાહ ખાન પણ પોતાની પ્રેગ્નેન્સીને લઇને ચર્ચામાં રહી હતી. ફરાહ ખાન 46 વર્ષની ઉંમરે માતા બની હતી અને તેણે એકસાથે 3 બાળકોને જન્મ આપ્યો હતો. આજે ફરાહ ખાન બોલિવૂડ ઈન્ડસ્ટ્રીનું મોટું નામ છે.
પ્રીતિ ઝિન્ટા : ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી લઈને ક્રિકેટ જગત સુધી જાણીતી અભિનેત્રી પ્રીતિ ઝિન્ટા પોતાની સુંદરતા અને પોતાના ડિમ્પલ માટે હંમેશા ચર્ચામાં રહે છે. તેણે 46 વર્ષની ઉંમરે જોડિયા બાળકોને પણ જન્મ આપ્યો હતો. પ્રીતિ ઝિન્ટા હંમેશા પોતાના બાળકોને લઈને ચર્ચામાં રહે છે, તેણે વિદેશી પ્રેમી સાથે લગ્ન પણ કર્યા છે.