બોલીવુડની રંગીન દુનિયામાં ઘણા એવા કલાકારો રહ્યા છે જેણે પોતાની પહેલી જ ફિલ્મ દ્વારા નામ અને સફળતા મેળવી અને આજે પણ તેઓ કામિયાબીના શિખરે છે. જ્યારે અમુક કલાકારો એવા છે કે તેઓ એક સમયે લોકોના દિલોમાં રાજ કરતા હતા અને ખુબ સફળ હતા, પણ અચાનક જ તેઓ એટલા કંગાળ બની ગયા કે પૈસા માટે અન્ય લોકો સામે ભીખ માગવી પડી હતી.આજે અમે તમને આવા જ કેટલાક કલાકારો વિશે જણાવવા જઇ રહ્યા છીએ.
1. ભારત ભૂષણ: ભારત ભૂષણે નામ, પૈસા, બધું જ કમાયું છે. તે ફિલ્મ બૈજુ બાવરા દ્વારા હિટ થયા હતા. જો કે ખરાબ દિવસોને લીધે તેમને મુંબઈમાં પોતાના ઘણા ફ્લેટ વેંચવા પડયા હતા. પોતાના જીવનના છેલ્લા દિવસોમાં તેને ચોલમા રહેવું પડ્યું હતું અને એક ફિલ્મ સ્ટુડિયોમાં ચોકીદારના રૂપે કામ કરવું પડ્યું હતું, વર્ષ 1992માં તેનું નિધન થયું હતું.
2. વિમી: વિમીએ 1967માં આવેલી ફિલ્મ હમરાજ દ્વારા ડેબ્યુ કર્યું હતું અને રાતોરાત ફેમસ થઇ ગઈ હતી. બોલીવુડમાં આવતા પહેલા તેના બિઝનેસમેન સાથે લગ્ન થઇ ચુક્યા હતા જો કે બાદમાં તેના છુટાછેડા થયા હતા જેને લીધે તેને દારૂની ખરાબ આદત લાગી ગઈ હતી અને તેને ફિલ્મો મળવાની બંધ થઇ હતી અને ગરીબીના દિવસો આવી ગયા હતા. વર્ષ 1977માં તેની મોત થઇ હતી.
3.સવી સિદ્ધુ: ગુલ્લાં, પટિયાલા હાઉસ, બેવકૂફિયા જેવી ફિલ્મોમાં કામ કર્યા બાદ પણ સવીને મુંબઈની હાઉસિંગ સોસાઇટીમાં ચોકીદારના રૂપે કામ કરવું પડ્યું હતું, જેનું કારણ તેનું ખરાબ સ્વાસ્થ્ય હતું. ખરાબ સ્વાસ્થ્યને લીધે તેને બોલીવુડમાં કામ મળવાનું બંધ થઇ ગયું હતું.
4. ભગવાન દાદા: ભગવાન દાદાના નામથી ફેમસ ભગવાન આભાજી પલવે ફિલ્મ ક્રિમિનલ દ્વારા ડેબ્યુ કર્યું હતું. ગીતા બાલી સાથે તેની ફિલ્મ અલબેલા ખુબ જ હિટ રહી હતી. તેમણે પોતાનું જીવન રાજાની જેમ જીવ્યું હતું પણ ઝમેલા અને લબેલાં ફિલ્મોને લીધે તેના સપનાઓ તૂટી ગયા અને તેને પોતાનો જુહુ સ્થિત બંગલો અને સાત ગાડીઓ વેંચવી પડી હતી. 2002માં હાર્ટ એટેકને લીધે તેની મોત થઇ ગઈ હતી.
5. એકે હંગલ: હંગલજીએ 225 જટલી ફિલ્મોમાં કામ કર્યું છે, તેના છેલ્લા દિવસો ખુબ જ ગરીબી અને સંઘર્ષ ભર્યા રહ્યા હતા. તે પોતાની દવાનું બિલ ચૂકવવા માટે પણ સક્ષમ ન હતા. તે સમયે અમિતાભ બચ્ચને તેમને 20 લાખ રૂપિયાની આર્થિક મદદ પણ કરી હતી. વર્ષ 2012માં તેની મોત થઇ હતી.
6.મિતાલી શર્મા: દિલ્લીની રહેનાર મિતાલી ઘરેથી ભાગીને બોલીવુડમાં નામ કમાવવા માટે આવી હતી. જો કે તેને બોલીવુડમાં કામ મળ્યું ન હતું. પરંતુ તેણે ભોજપુરી ઇન્ડસ્ટ્રીમાં થોડું ઘણું કામ ચોક્કસ કર્યું હતું. એક વાર તેને એક ગાડીની વિન્ડો તોડતા પોલીસ દ્વારા પકડવામાં આવી હતી. તે ડિપ્રેશનનો પણ શિકાર થઇ ગઈ હતી અને તેના બાદ તેણે ચોરી કરવાનું અને ભીખ માંગવાનું શરૂ કર્યું હતું. જેના બાદ તેને માનસિક હોસ્પિટલમાં ભરતી કરવામાં આવી હતી.
7. ગીતાંજલિ નાગપાલ: મૉડલ અને નૌસેના અધિકારી ગીતાંજલીએ એક સમયે ઘણા ડિઝાઇનર્સ સાથે રેમ્પ વોક કર્યું હતું. પણ ડગની ખરાબ આદતને લીધે તેનું જીવન નર્ક બની ગયું હતું. 2007માં તેને દિલ્લીના રસ્તાઓ પર ભીખ માંગતા અને પાર્ક કે મંદરીમાં રાત વિતાવતી જોવામાં આવી હતી. ગીતાંજલીએ કામવાળીના રૂપે પણ કામ કર્યું હતું.
8. નિશા નૂર:
80ના દશકામાં ફેમસ સાઉથ ઇન્ડિયન અભિનેત્રી નિશા નૂર જેમને રજનીકાંત અને કમલ હસન જેવા મોટા કલાકારો સાથે કામ પણ કરેલું છે. કહેવામા આવે છે કે એક પ્રોડ્યુસરે તેમને દગો આપીને પ્રોસ્ટિટ્યૂશનમાં નાખી હતી.