બોયફ્રેન્ડ અર્જુનને છોડીને મલાઈકા ભાભી આ કોને ચુંબનો કરવા લાગ્યા, જુઓ
મલાઈકા અરોરા અને અર્જુન કપૂર ઇન્ડસ્ટ્રીના ફેવરેટ કપલમાંના એક છે. ચાહકો બંને વચ્ચેની બોન્ડિંગ અને સિઝલિંગ કેમેસ્ટ્રીને ઘણી પસંદ કરે છે. કેટલાક દિવસોથી મલાઇકા અને અર્જુન બંને ઘણા ચર્ચામાં છે. મલાઈકા અરોરા અને અર્જુન કપૂરે 28 ઓગસ્ટે મુંબઈમાં ડિઝાઇનર કુણાલ રાવલ અને અર્પિતા મહેતાના લગ્નમાં હાજરી આપી હતી. સ્ટાર-સ્ટડેડ પાર્ટીમાં શાહિદ કપૂર, મીરા રાજપૂત, રિયા કપૂર, વરુણ ધવન, નતાશા દલાલ અને મોહિત મારવાહ સહિત ઘણા સેલેબ્સે હાજરી આપી હતી.
હવે, અર્જુને અર્પિતા અને કુણાલના લગ્નમાંથી તેની અને મલાઈકાની સુંદર ઝલક શેર કરી છે અને અભિનેતા શાહિદ કપૂરને ‘કન્ટેન્ટ ક્રેડિટ’ આપી છે. અભિનેતાએ સોમવારે દુલ્હા સાથે પોઝ આપતા મલાઈકા અને પોતાની એક તસવીર ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. તસવીર સિવાય અર્જુને એક નાનો વીડિયો પણ શેર કર્યો હતો.
જેમાં અર્જુન કુણાલના ગાલ ખેંચતો જોવા મળે છે, જ્યારે મલાઈકા કુણાલને અર્જુન કપૂરની સામે જ કિસ કરતી જોઈ શકાય છે. આ સાથે વીડિયોમાં અર્જુન કુણાલની બાજુમાં ઉભો રહેલો હસતો જોવા મળી રહ્યો છે. આ વીડિયો પરથી લાગી રહ્યુ છે કે ત્રણેય એકસાથે ફોટો માટે પોઝ આપી રહ્યા છે. અર્જુને તેની ઇન્સ્ટાગ્રામ પોસ્ટને કેપ્શન સાથે શેર કરી,
“આ લિજેન્ડ તસવીરના BTS (પડદા પાછળ) માટે સ્વાઇપ કરો… કન્ટેન્ટ ક્રેડિટ્સ – શાહિદ કપૂર અને કરિશ્મા કરમચંદાની.” મલાઇકાના લુકની વાત કરીએ તો, લગ્ન માટે મલાઇકાએ ક્રીમ અને ગોલ્ડન સાડી પસંદ કરી હતી અને આ સાથે તેણે જ્વેલરી પણ કેરી કરી હતી. મલાઈકાએ અર્જુનની પોસ્ટ પર કમેન્ટ કરતા લખ્યું, “કુણાલ રાવલ હસે છે કે રડે છે ?
View this post on Instagram
જણાવી દઇએ કે, છેલ્લા કેટલાક દિવસોથી આ લગ્નના તમામ ફંક્શનના વીડિયો અને તસવીરો સામે આવી રહી છે. મલાઈકા અરોરા અને અર્જુન કપૂરની આ તસવીર અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. બંનેની જોડી ખૂબ જ ક્યૂટ લાગી રહી છે. ડિઝાઇનર કુણાલ રાવલ અને અર્પિતા મહેતાએ 28 ઓગસ્ટ રવિવારના રોજ મુંબઈમાં લગ્ન કર્યા હતા.
View this post on Instagram
રવિવારે લગ્નમાં અર્જુન કપૂર, મલાઈકા અરોરા, શાહિદ કપૂર, મીરા રાજપૂત, રિયા કપૂર, વરુણ ધવન, નતાશા દલાલ, મોહિત મારવાહ અને અન્ય ઘણા સેલેબ્સ સામેલ થયા હતા. ઉલ્લેખનીય છે કે, હાલમાં જ અર્જુન કપૂરે કુણાલ રાવલ માટે રેમ્પ વોક કર્યું હતું. શો દરમિયાન મલાઈકા અરોરાએ અભિનેતા અર્જુન કપૂરને સામે બેસીને ચીયર કર્યો હતો. આના પર લોકોએ મલાઈકાના વખાણ પણ કર્યા હતા.
View this post on Instagram
શુક્રવારે ડિઝાઈનર કુણાલ રાવલ અને અર્પિતા મહેતાએ લગ્ન પહેલા તેમના મિત્ર માટે ભવ્ય પાર્ટી આપી હતી. જેમાં આદિત્ય રોય કપૂર, અનિલ કપૂર, શનાયા કપૂર, સંજય કપૂર, વરુણ ધવન, કરણ જોહર, રકુલપ્રીત સિંહ, અર્જુન કપૂર, મલાઈકા અરોરા અને બીજા ઘણા સેલેબ્સ જોડાયા હતા.
View this post on Instagram