ફાયર કટિંગ કરાવા ગયો હતો છોકરો, સલૂનવાળાએ વાળમાં એવી આગ લગાવી કે સરી પડ્યો આઘાતમાં

હવેથી રોજ રાશિફળ,જોક્સ-સુવિચાર,ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા → અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ગ્રુપમાં.

સોશિયલ મીડિયાના જમાનામાં કેટલાક લોકો વાયરલ થવા માટે અવનવા અને વિચિત્ર પ્રયોગો કરતા હોય છે. આ પ્રયોગો માત્ર ખાવામાં જ નહીં પરંતુ બીજી પણ ઘણી જગ્યાએ જોવા મળે છે. એમાંથી જ એક છે સલૂન. જી હા, સલૂનવાળા પણ હેર કટિંગમાં એવા એવા પ્રયોગો કરવા લાગ્યા છે કે જેને જોઈને લોકો ચોંકી જાય છે.

હાલમાં આવો જ એક વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં જોઇ શકાય છે કે એક વ્યક્તિ ફાયર કટ કરાવવા ગયો હતો અને પછી સલૂનવાળાએ તેના માથા પર એવી આગ લગાવી કે તે વ્યક્તિ ઘબરાઇ ગયો. વાયરલ ક્લિપમાં જોઈ શકાય છે કે છોકરો સલૂનમાં ખુરશી પર વાળ કપાવવા બેઠો છે.

‘ફાયર કટ’ માટે તેના વાળમાં જેલ લગાવ્યા પછી માચિસથી આગ લગાવે છે જો કે આગ ખૂબ જ તેજ બની જાય છે, જેના કારણે છોકરો પણ ડરી જાય છે. સલૂનવાળો આગ ઓલવવાનો પ્રયત્ન કરે છે પરંતુ જ્યારે તે એકલો આગ પર કાબૂ મેળવી શકતો નથી, ત્યારે નજીકમાં બેઠેલી વ્યક્તિ પણ મદદ માટે આવે છે.

હવેથી રોજ રાશિફળ,જોક્સ-સુવિચાર,ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા → અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ગ્રુપમાં.

Shah Jina