ભયંકર ગરમીમાં ઠંડક મેળવવા માટે આ છોકરાએ લગાવ્યો ગજબનો જુગાડ, સ્કૂટીમાં ફીટ કરી દીધો નળ- વીડિયો થયો વાયરલ

સ્કૂટીમાં લગાવ્યો નળ અને ચલાવતા-ચલાવતા લીધી શાવરની મજા, લોકોની આંખો થઇ ગઇ ચાર

હવેથી રોજ રાશિફળ,જોક્સ-સુવિચાર,ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા → અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ગ્રુપમાં.

રાજસ્થાનના જોધપુરમાં એક વ્યક્તિએ ગરમીથી બચવા માટે દેશી જુગાડ અપનાવ્યો. તેણે સ્કૂટી પર જ નળ ફિટ કરી દીધો. ચાલતી સ્કૂટી પર સવાર થઈને તે પોતાના પર પાણીનો છંટકાવ કરી રહ્યો હતો.

આ વ્યક્તિનો વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવતા જ ઘણો વાયરલ થઇ ગયો, જેણે લોકોનું ધ્યાન ખેંચ્યું. સ્કૂટી પર નાહી રહેલા માણસને જોવા માટે આસપાસના ઘણા લોકો એકઠા થઈ ગયા અને વીડિયો બનાવવા લાગ્યા. કેટલાક લોકોએ તેના જુગાડના વખાણ પણ કર્યા.

આ વીડિયો પર એક યુઝરે લખ્યું, “ગરમીથી બચવા માટે આ એક સરસ વિચાર છે.” જ્યારે બીજાએ લખ્યુ, “માણસ કમાલ, લોકો કમાલ ! જણાવી દઇએ કે, આ વીડિયોને અત્યાર સુધીમાં 20 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે અને વીડિયોને 8 લાખથી વધુ લાઈક્સ પણ મળી છે.

 

View this post on Instagram

 

A post shared by fun with singh (@fun.with.singh)

હવેથી રોજ રાશિફળ,જોક્સ-સુવિચાર,ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા → અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ગ્રુપમાં.

Shah Jina