ચાલુ ટ્રેનમાં એક યુવકે પોતાની પ્રેમિકાને કર્યો પ્રપોઝ, આજુ બાજુ બેઠેલા પેસેન્જરે કર્યા ઇગ્નોર, વાયરલ થઇ રહ્યો છે વીડિયો

લોકો હવે રોબોર્ટ બની ગયા છે ! બિચારા આ વ્યક્તિએ ટ્રેનમાં જ પોતાની પ્રેમિકાને ઘૂંટણીએ બેસીને કર્યું પ્રપોઝ, બીજા પેસેન્જર મોબાઈલમાં ખોવાયેલા રહ્યા… જુઓ વીડિયો

હવેથી રોજ રાશિફળ,જોક્સ-સુવિચાર,ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા → અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ગ્રુપમાં.

Propose to girlfriend on the train : આજે જમાનો સોશિયલ મીડિયાનો છે અને સોશિયલ મીડિયા પર ઘટનાઓને વાર લાગતા જરા પણ સમય નથી લાગતો. ઘણા એવા વીડિયો સોશિયલ મીડિયા પર વારંવાર વાયરલ થતા હોય છે જેમાં લોકો સાર્વજનિક સ્થળે પ્રપોઝ કરીને પોતાના પાર્ટનરને સ્પેશિયલ ફીલ કરાવે છે. આવી સ્થિતિમાં, નજીકમાં ઉભેલા લોકો ચોક્કસપણે તાળીઓ પાડીને તેમના આ પ્રપોઝને સલામ પણ કરતા હોય છે. પરંતુ તાજેતરમાં જ્યારે આવો એક વીડિયો વાયરલ થયો ત્યારે દ્રશ્ય અલગ જ હતું.

વીડિયો નેધરલેન્ડનો છે. અહીં ટ્રામમાં મુસાફરી કરી રહેલા એક કન્ટેન્ટ સર્જકે પોતાના ફોનમાં વીડિયો રેકોર્ડ કર્યો. વાસ્તવમાં, ટ્રામની અંદર એક વ્યક્તિએ અચાનક તેની ગર્લફ્રેન્ડને ઘૂંટણિયે બેસીને પ્રપોઝ કર્યું. છોકરી થોડી શરમાળ અને ખુશ લાગે છે, પણ જાણે આસપાસના લોકોને આ બધાથી કોઈ ફરક પડતો નથી. આ સમય દરમિયાન, ફક્ત કન્ટેન્ટ ક્રિએટર જ તેનો ફોન લટકાવતો અને તાળીઓ પાડતો જોવા મળે છે. Onyisi Lion નામના આઈડી દ્વારા ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલા વીડિયોમાં કન્ટેન્ટ સર્જક પાછળથી ટ્રામમાંથી ઉતરી જાય છે.

રસ્તા પર ચાલતી વખતે તે કહે છે – મને આશ્ચર્ય છે કે ટ્રામમાંના લોકોએ આ દ્રશ્યને સંપૂર્ણપણે અવગણ્યું. તેણે કહ્યું- ‘તમે લોકો એવું કેમ વર્તન કરો છો કે જાણે આ કોઈ ખાસ ક્ષણ નથી? તેમના માટે તાળી પાડો. બહુ સારું. અભિનંદન. આ એક ખૂબ જ ખાસ ક્ષણ છે અને દરેક વ્યક્તિ એવું વર્તન કરી રહ્યા છે જાણે કંઈ ખાસ નથી. તમે જાણો છો, જો આ અમેરિકા હોત તો લોકો આનંદથી ચીસો પાડશે. નેધરલેન્ડના લોકો, થોડો આરામ કરો. કોઈએ હમણાં જ તેની ગર્લફ્રેન્ડને પ્રપોઝ કર્યું છે અને તમે લોકો તમારા ફોનમાં વ્યસ્ત છો. થોડી ઉત્તેજના બતાવો. શું તમને પ્રેમ નથી ગમતો?

વિડીયોના કેપ્શનમાં લખ્યું છે – ‘હું વધુ સારી બેકગ્રાઉન્ડ સેટિંગમાં પ્રપોઝ કરી શકી હોત પરંતુ જે મહત્વનું છે તે સાચો પ્રેમ છે.’ લોકોએ પોસ્ટ પર ઘણી કોમેન્ટ કરી અને સંમત થયા. એક યુઝરે કહ્યું- જો તે બ્રાઝિલ હોત તો પણ ત્યાંના લોકો ઘણા ખુશ થયા હોત, પરંતુ અહીં લોકો પોતાના મોબાઈલમાં ખોવાયેલા જોવા મળે છે. મને એ જોઈને આનંદ થયો કે તમે તમારો ફોન બંધ કરી દીધો અને તેમના માટે તાળીઓ પાડી. એકે લખ્યું – લોકોએ લાંબા સમયથી એકબીજાની ખુશીમાં ખુશ રહેવાનું બંધ કરી દીધું છે. અહીં લોકો રોબોટ બની ગયા છે. ફોન સામે તાકી રહ્યા છે.

હવેથી રોજ રાશિફળ,જોક્સ-સુવિચાર,ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા → અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ગ્રુપમાં.

Niraj Patel