સ્કૂટીની ઉપર પોતાના નાના માસુમ બાળકને લઈને આરામ ફરમાવી રહ્યો હતો વ્યક્તિ, સ્કૂટીનું બેલેન્સ બગડતા જ થયું એવું કે….

વાહ આ બાપને સલામ છે ! પોતાના કરતા પહેલા બાળકને સાચવ્યું, આ રીતે બચાવ્યો પોતાના કાળજાના ટુકડાનો જીવ, જુઓ વીડિયો

હવેથી રોજ રાશિફળ,જોક્સ-સુવિચાર,ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા → અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ગ્રુપમાં.

Man saved his child after falls scooter : દરેક માતા પિતા પોતાના બાળકને જીવથી પણ વધારે પ્રેમ કરતા હોય છે, માતાનો પ્રેમ તો દેખાઈ આવે છે, પરંતુ એક પિતા પોતાના પ્રેમને ક્યારેય અભિવ્યક્ત નથી કરતા, પરંતુ જયારે પોતાના સંતાનો પર કોઈ આફત આવે છે ત્યારે પિતા પોતાનો જીવ પણ આપી દે છે. એટલે જ દરેક બાળક માટે તેના પિતા કોઈ સુપર હીરોથી ઓછા નથી હોતા. તાજેતરમાં વાયરલ થયેલો આ વીડિયો તેનું ઉદાહરણ છે, જેમાં એક પિતા તેના હૃદયના ટુકડાને પડી જાય તે પહેલા તેની સુરક્ષા કરે છે. આ વિડિયો જોઈને તમારો દિવસ ચોક્કસ બની જશે.

આ દિવસોમાં ઈન્ટરનેટ પર દિલને સ્પર્શી જાય એવો વીડિયો જોવા મળી રહ્યો છે, જેને જોઈને તમે પણ દિલ હારી જશો. વીડિયોમાં એક પિતા પોતાના નાના રાજકુમાર માટે પોતાનો પ્રેમ પોતાની રીતે વ્યક્ત કરતા જોવા મળે છે. વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે એક પિતા પોતાના પ્રિય બાળક સાથે સ્કૂટર પર સૂઈને રમી રહ્યો છે, પરંતુ બીજી જ ક્ષણમાં શું થાય છે તે જોઈને તમે પણ દંગ રહી જશો. આગળ વીડિયોમાં પિતા પોતાના દિલના એક ટુકડાને બચાવવા માટે કંઈક એવું કરે છે, જેને જોઈને તમે પણ પિતાના વખાણ કરવા લાગશો.

વીડિયોમાં એક પિતા તેના બાળક સાથે સ્કૂટર પર સૂતો જોવા મળે છે, ત્યારબાદ સ્કૂટરનું બેલેન્સ બગડી જાય છે અને પિતા પોતાના બાળકને બચાવવા સ્કૂટર પરથી ઊઠવાનો પ્રયાસ કરે છે, પરંતુ ત્યાં સુધીમાં સ્કૂટર પડી જાય છે, આવી સ્થિતિમાં પિતા પોતાના બાળકને પડવાથી બચાવવા માટે તેને એક હાથે હવામાં પકડીને પોતે જમીન પર પડી જાય છે. જોઈ શકાય છે કે પિતા બાળકને કંઈ થવા દેતા નથી.

આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર @kemcho_gujrati નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. વીડિયો જોનાર એક યુઝરે લખ્યું કે, આ તે જ વ્યક્તિની ભૂલ હતી જેણે સ્કૂટરને આ રીતે ઉભું કર્યું અને બાળક સાથે સૂઈ ગયું. અન્ય એક યુઝરે લખ્યું, વાસ્તવમાં આ પિતાનો પ્રેમ છે. આ ઉપરાંત પણ બીજા ઘણા લોકો વીડિયોમાં કોમેન્ટ કરતા જોઈ શકાય છે.

હવેથી રોજ રાશિફળ,જોક્સ-સુવિચાર,ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા → અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ગ્રુપમાં.

Niraj Patel