ભારતની ટીમનું સેમિફાઇનલમાં પ્રવેશવાની વાત હજુ પણ પાકિસ્તાનીઓથી હજમ નથી થતી, હવે ઓસ્ટ્રેલિયાને ભડકાવવા સળી કરી, લગાવ્યો બોલ ટેમ્પરિંગનો આરોપ, જુઓ વીડિયો
Inzmam Ul Haq Ball Tampering : ટીમ ઈન્ડિયાએ T20 વર્લ્ડ કપ 2024ની સુપર-8 મેચ ઓસ્ટ્રેલિયા સામે 24 રને જીતીને સેમિફાઈનલમાં પ્રવેશ કર્યો છે અને હવે ટીમ ઈન્ડિયા 27 જૂને ઇંગ્લેન્ડ સામે સેમીફાઈનલ રમશે. ઓસ્ટ્રેલિયા સામે ટોસ હાર્યા બાદ ટીમ ઈન્ડિયા બેટિંગ માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું, જે બાદ રોહિત શર્માએ ઓસ્ટ્રેલિયા સામે 41 બોલમાં 92 રનની શાનદાર ઇનિંગ રમી હતી, જેના માટે રોહિત શર્માને પ્લેયર ઓફ ધ મેચ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો, જેણે ઓસ્ટ્રેલિયાને જીતવા માટે 206 રનનો ટાર્ગેટ આપ્યો હતો.
ઓસ્ટ્રેલિયાની ટીમ 20 ઓવરમાં માત્ર 181 રન બનાવી શકી હતી અને ભારતે મેચ જીતીને સેમિફાઇનલની ટિકિટ મેળવી હતી. ત્યારે હવે આ જીત પર પાકિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટન ઈન્ઝમામ ઉલ હકે અર્શદીપ સિંહ અને ભારતીય ટીમ પર ઓસ્ટ્રેલિયા સામે બોલ ટેમ્પરિંગનો આરોપ લગાવ્યો છે. આ સાથે ઈન્ઝમામે કહ્યું કે આઈસીસીએ પોતાની આંખો ખોલીને જોવી જોઈએ, ઈંઝમામને વાયરલ ડીબેટ શોના વાયરલ વીડિયોમાં કહેતા સાંભળી શકાય છે.
ઈન્ઝમામ કહી રહ્યો છે કે, “ઇનિંગની 15મી ઓવરમાં અર્શદીપ સિંહને સ્વિંગ મળી રહ્યો હતો. આ મારા માટે આશ્ચર્યજનક હતું. આનો અર્થ એ થયો કે 12મી અને 13મી ઓવર સુધીમાં બોલ રિવર્સ માટે તૈયાર હતો. અમ્પાયરોએ તપાસ કરવી જોઈએ કે શું ભારતે બોલ સાથે ચેડાં કર્યાં છે. ઈન્ઝમામના આ આરોપને અન્ય પાકિસ્તાની ક્રિકેટર સલીમ મલિકે પણ સમર્થન આપ્યું હતું. સલીમે કહ્યું કે આ મામલે તપાસ નહીં થાય. ભારતીય ટીમ સહિત કેટલીક ટીમને તપાસમાંથી મુક્તિ મળે છે. જ્યારે ખાલી અમારી ટીમ સામે જ તપાસ થાય છે.”
આ પછી ઈન્ઝમામે પણ ચેડાં કરવાના પોતાના નિવેદનનો બચાવ કરવાનો પ્રયાસ કર્યો હતો. તેણે કહ્યું, ‘જો બુમરાહે રિવર્સ સ્વિંગ કર્યું હોત તો તે આવું ન દેખાતું. તેની એક્શન એવી છે, તેનું ફોર્સ એવું લાગે છે કે જો બોલમાં થોડું પણ હોય તો તે રિવર્સ સ્વિંગ કરી શકે છે, પરંતુ કેટલાક બોલરોની એક્શન અને સ્પીડ જોઈને સમજાય છે કે બોલને કંઈક થયું છે. આ એટલા માટે પણ હોઈ શકે કારણ કે આજે ઘણા બધા છાંટા પડ્યા હતા. વિકેટ સખત અને ખરબચડી હતી, તેથી કદાચ બોલ આટલી ઝડપથી તૈયાર થઇ ગયો હોય.
“India did ball tampering against Australia.” – Inzy pic.twitter.com/HmlcDlmEfp
— Usama Zafar (@Usama7) June 25, 2024