છાલીયા કટ અને આર્મી કટ છોડો પછી હવે ટ્રેન્ડમાં આવ્યું હેલીકોપ્ટર કટ- છોકરીએ હેર-કટિંગનો બનાવ્યો વીડિયો

હવેથી રોજ રાશિફળ,જોક્સ-સુવિચાર,ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા → અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ગ્રુપમાં.

ફેશનના આ યુગમાં એવું કંઈ નથી જે શક્ય ના હોય. કેટલાક લોકોને એલિગેંટ દેખાવું ગમે છે જ્યારે ઘણાને ફંકી લુક ગમે છે. કેટલાક લોકોને ઉર્ફી જાવેદ જેવી એક્સપરીમેન્ટ ફેશન પસંદ આવે છે. ત્યારે હવે ફેશન ગેમમાં એક હેર ડ્રેસરનો વીડિયો ટોચ પર ચાલી રહ્યો છે, જે સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે.

આ વિડિયોમાં તમે એક હેરડ્રેસરને છોકરીના વાળ અનોખી સ્ટાઈલમાં કાપતા જોઈ શકશો. તમે કટોરા કટ અને આર્મી કટ તો સાંભળ્યુ હશે પણ હાલ માર્કેટમાં હેલિકોપ્ટર કટ ચાલી રહ્યો છે. વીડિયોમાં જોઇ શકાય છે કે હેરડ્રેસર માથા પર પંખાની રિંગ લગાવીને વાળ કાપી રહ્યો છે. પહેલા આખા વાળને ટેપની વચ્ચેથી નીકાળવામાં આવે છે અને પછી હેરડ્રેસર તેને કાપે છે.

આ આખો વિડિયો જોયા પછી તમે પણ આશ્ચર્યમાં મૂકાઇ જશો. આ પ્રકારનો કટ તમે પણ પહેલા નહિ જોયો હોય. જણાવી દઇએ કે, આ વીડિયો ઈન્સ્ટાગ્રામ @chattisgarhwale નામના હેન્ડલથી શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 19 મિલિયન વ્યૂઝ મળી ચૂક્યા છે અને અઢી લાખથી વધુ યુઝર્સે વીડિયોને લાઈક કર્યો છે.

 

View this post on Instagram

 

A post shared by (@chattisgarhwale)

હવેથી રોજ રાશિફળ,જોક્સ-સુવિચાર,ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા → અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ગ્રુપમાં.

Shah Jina