ઇંગ્લેન્ડ સામેની જીત બાદ ભાવુક થઇ ગયો રોહિત શર્મા, આંખમાંથી નીકળવા લાગ્યા આંસુઓ ત્યારે જ વિરાટ કોહલીએ કર્યું એવું કે… જુઓ વીડિયો

સેમિફાનલમાં ભારતની જીત બાદ રોહિત શર્માની આંખોમાં આવ્યા ખુશીના આંસુ, વીડિયો જોઈને યાદ આવવી ગઈ ODI વર્લ્ડકપની હાર.. સાથી ખેલાડીઓએ આ રીતે વધાર્યો ઉત્સાહ

Rohit Sharma In Tears Semfinal Win : ભારતીય ટીમ ત્રીજી વખત T20 વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચી છે. ભારત બેક ટુ બેક બીજા ICC વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચી ગયું છે. ઇંગ્લેન્ડ સામેની શાનદાર જીત બાદ રોહિત શર્મા ભાવુક દેખાયો હતો. તેને જોઈને ચાહકોને ODI વર્લ્ડ કપની યાદ આવી ગઈ. ભારતે ટૂર્નામેન્ટની બીજી સેમીફાઈનલમાં ઈંગ્લેન્ડને 68 રનથી હરાવ્યું હતું. જીત બાદ ટીમ ડ્રેસિંગ રૂમ તરફ જઈ રહી હતી. રોહિત શર્મા ડ્રેસિંગ રૂમની બહાર બેઠો છે. જ્યારે વિરાટ કોહલી તેની પાસે પહોંચ્યો ત્યારે રોહિત તેના આંસુ લૂછતો જોવા મળ્યો હતો.

આ પછી બાકીના ખેલાડીઓએ રોહિતને શાંત કરવાનો પ્રયાસ કર્યો. આ તસવીરે ચાહકોને 2023 ODI વર્લ્ડ કપની યાદ અપાવી દીધી. થોડા મહિના પહેલા ભારતીય ટીમ વનડે વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચી હતી. અમદાવાદમાં રમાયેલી ફાઇનલમાં ભારત ઓસ્ટ્રેલિયા સામે હારી ગયું હતું. આ દરમિયાન રોહિત ખૂબ જ ભાવુક થઈ ગયો હતો. તેની આંખોમાં આંસુ હતા જેને તે કોઈક રીતે છુપાવવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. તે તસવીર કેમેરામાં કેદ થઈ હતી જેણે ચાહકોને પણ ભાવુક કરી દીધા હતા.

રોહિત ફરી એકવાર ભાવુક થઈ ગયો પણ આ વખતે તેની આંખોમાં ખુશીના આંસુ હતા. મેચ જીત્યા બાદ રોહિત શર્માએ કહ્યું, “આ મેચ જીત્યા બાદ હું ઘણી રાહત અનુભવું છું. એક ટીમ તરીકે અમે બધાએ ખૂબ મહેનત કરી છે. આ મેચ જીતવા માટે બધાએ પ્રયાસો કર્યા હતા. આપણે આપણી જાતને સંજોગોને અનુરૂપ બનાવી લીધી. તે સરળ ન હતું પરંતુ અમે તેમ કરવામાં સફળ રહ્યા. જો ખેલાડી કન્ડિશન મુજબ રમે છે તો બધું બરાબર થાય છે. અમે જે રીતે પ્રગતિ કરી રહ્યા છીએ તેનાથી અમે ખુશ છીએ.”

Niraj Patel