દીકરાના લગ્નમાં ખુશીથી ઝૂમતો જોવા મળ્યો કરોડોનો ચૂનો લગાવનારા ભાગેડુ વિજય માલ્યા, લલિત મોદી પણ થયો સામેલ, જુઓ તસવીરો

દીકરા સિદ્ધાર્થના લગ્નમાં ખુશીથી ઝૂમતો જોવા મળ્યો ભાગેડુ વિજય માલ્યા, કેમેરા સામે આપ્યા પોઝ, અન્ય ભાગેડુ લલિત મોદી પણ થયો સામેલ, જુઓ તસવીરો

Vijay Mallya at his son’s wedding : ભારતીય બેંકોને હજારો કરોડ રૂપિયાની છેતરપિંડી કરીને ભાગી ગયેલા ઉદ્યોગપતિ વિજય માલ્યાના પુત્ર સિદ્ધાર્થ માલ્યાએ શનિવારે તેની ગર્લફ્રેન્ડ જાસ્મીન સાથે લગ્ન કર્યા. સિદ્ધાર્થે ગયા સપ્તાહમાં જ લગ્ન કરી લીધા હતા. તેના લગ્નમાં આવનાર મહેમાનોની યાદી પણ ઝડપથી ચર્ચાઈ રહી છે. આ દરમિયાન અન્ય એક ભાગેડુ લલિત મોદી પણ સિદ્ધાર્થના લગ્નમાં ભાગ લેવાના સમાચાર સામે આવી રહ્યા છે.

લલિત મોદીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં તે એક લગ્નમાં પણ હાજરી આપતા જોવા મળી રહ્યા છે. આ લગ્ન લંડનના હર્ટફોર્ડશાયર વિસ્તારમાં થયા હતા. તમને જણાવી દઈએ કે સિદ્ધાર્થ માલ્યા અને જાસ્મિનના પહેલા લગ્ન ખ્રિસ્તી ધર્મ અનુસાર થયા હતા અને ત્યારબાદ બંનેએ હિંદુ રીતિ-રિવાજ પ્રમાણે લગ્ન કર્યા હતા. સિદ્ધાર્થ માલ્યાએ પોતાના લગ્નની કેટલીક તસવીરો ઈન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર શેર કરી છે.

સોશિયલ મીડિયા પર સામે આવેલા ફોટામાં ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યા તેના નજીકના પરિવારના સભ્યો અને મિત્રો સાથે સિદ્ધાર્થ અને જાસ્મિનના લગ્નની ઉજવણીમાં જોડાયા હતા. એક તસવીરમાં વિજયે સિદ અને તેની પત્ની જાસ્મિન સાથે પોઝ આપ્યો હતો. કેમેરા સામે પોઝ આપતા પરિવારના સભ્યો ખૂબ જ ખુશ દેખાતા હતા. તમને જણાવી દઈએ કે સિદ અને જાસ્મિનના લગ્ન ક્રિશ્ચિયન અને હિંદુ બંને રીત રિવાજ મુજબ થયા હતા.

જાસ્મિન પહેલા દીપિકા પાદુકોણને ડેટ કરનાર સિદ્ધાર્થ માલ્યાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ફોટો શેર કરીને જણાવ્યું કે તે પરિણીત છે. તેણે લગ્નના બે ફોટા પોસ્ટ કર્યા અને લખ્યું, Mr. and Mrs. Muppet #JustMarried #Wedding. જાસ્મીને આ પોસ્ટ તેના ઈન્સ્ટા એકાઉન્ટ પર પણ શેર કરી છે. ફોટોમાં, જાસ્મિન સફેદ ગાઉન પહેરેલી જોવા મળી હતી, જ્યારે સિદ્ધાર્થે ક્રિસ્પ સૂટ પસંદ કર્યો હતો.

Niraj Patel