સુરતની ગરિમા થઇ ફરી શર્મસાર ! સ્પાની આડમાં ચાલતા કુટણખાના પર પોલીસ ત્રાટકી, અંદરનો નજારો જોઈને તો હક્કાબક્કા રહી ગયા

હવેથી રોજ રાશિફળ,જોક્સ-સુવિચાર,ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા → અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ગ્રુપમાં.

સુરતના ભરચક વિસ્તારમાં પકડાયું કુટણખાનું: પોલીસ પહોંચી તો મચી ગઈ ભાગમભાગ

Police raid on sarthana spa : “ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી સ્પા અને પાર્લરની આડમાં ચાલતા ગોરખધંધાનો પર્દાફાશ થતો આવે છે, પોલીસ બાતમીના આધારે આવી જગ્યાઓ પર રેડ પાડે છે અને પછી ત્યાંનો અંદરનો નજારો જોઈને તો તે પણ દંગ રહી જાય છે, આવા કુટણખાના ખાસ કરીને અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, વડોદરા અને સુરત જેવા શહેરોમાંથી વધુ સામે આવે છે, ત્યારે હાલ સુરતમાંથી જ સ્પાની આડમાં ચાલતું વધુ એક કુટણખાનું પોલીસે ઝડપી પાડ્યું છે.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર સુરતમાં આવેલા સરથાણા પોલીસને માહિતી મળી હતી કે યોગીચોકમાં આવેલા સાવલિયા સર્કલ પાસેના શુભમ પ્લાઝાના પહેલા માળ પર આવેલી એક દુકાનમાં કુટણખાનું ધમધમી રહ્યું છે. જેના બાદ પોલીસે આ મામલે ગંભીરતા દાખવી, ટીમ બનાવી અને દરોડા પાડ્યા હતા. પોલીસે જયારે ત્યાં તપાસ કરી ત્યારે ત્યાં કુટણખાનું ચાલતું હોવાનું સામે આવ્યું અને આ કુટણખાનું સપના સંચાલક દ્વારા જ ચાલતું હોવાનું બહાર આવ્યું હતું.

આ મામલે પોલીસે સ્પાના સંચાલક સહીત મજા સ્પા સેન્ટરમાં મજા માણવા માટે આવેલા 5 ગ્રાહકોને ઝડપી પાળ્યા હતા. આ ઉપરાંત સ્પા સેન્ટરમાં રહેલી પાંચ મહિલાઓને પણ મુક્ત કરવામાં આવી હતી. પોલીસે સ્પામાંથી 33,370 રૂપિયા રોકડા, ભાડા કરારની નકલ, અને બે મોબાઈલ પણ કપટ કર્યા હતા. હાલ પોલીસે આ મામલે ગુન્હો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

હવેથી રોજ રાશિફળ,જોક્સ-સુવિચાર,ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા → અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ગ્રુપમાં.

Niraj Patel