ધમાકેદાર બેટિંગ કરનારો ગુજરાતનો રિદ્ધીમાન સાહા ફિલ્ડિંગમાં આવતા જ ઊંધું ટ્રાઉઝર પહેરીને ઉતર્યો, જણાવ્યું તેની પાછળનું કારણ, જુઓ શું કહ્યું વીડિયોમાં

લખનઉ સામેની મેચમાં આખરે શા કારણે ઊંધું ટ્રાઉઝર પહેરીને ફીડિંગ કરવા આવ્યો હતો રિદ્ધીમાન સાહા, જાણો તેની પાછળનું કારણ, વાયરલ થયો વીડિયો

saha wearing trousers : 7 એપ્રિલ રવિવારના રોજ લખનઉ સુપર જાયન્ટ્સ સામે ગુજરાત ટાઇટન્સ (gujarat titans vs lucknow super giants) ના ઓપનર રિદ્ધિમાન સાહાએ IPL 2023ની 51મી 81 રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી. તેની ઈનિંગની RCBના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી (virat kohli) એ પણ વખાણ કર્યા હતા, પરંતુ આ મેચ દરમિયાન એક એવી ઘટના બની જે ખૂબ જ ફની હતી.

આ મેચની બીજી ઇનિંગમાં જ્યારે સાહા મેદાન પર આવ્યો ત્યારે તેણે ઉતાવળમાં પોતાનું ટ્રાઉઝર ઊંધું પહેર્યું હતું. આ જોઈને ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યા અને મો. શમી પણ હસવાનું રોકી શક્યો નહીં, જ્યારે કોમેન્ટ્રી કરી રહેલા કોમેન્ટેટર્સે પણ તેની ખૂબ ચર્ચા કરી. લખનઉ સામેની આ મેચમાં ગુજરાતની ટીમે ઈજાગ્રસ્ત સાહાની જગ્યાએ કેએસ ભરત અને શુભમન ગિલના સ્થાને અલઝારી જોસેફને મેદાનમાં ઉતારવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ અમ્પાયરોએ તેને મંજૂરી આપી ન હતી અને સાહાએ ઉતાવળમાં પોતાનું ટ્રાઉઝર ઊંધું પહેર્યું હતું.

આ અંગે સાહાએ જણાવ્યું હતું કે, “ફિઝિયોએ જમ્યા પછી દવા લેવાનું કહ્યું હતું અને તેથી જ હું ચેન્જ રૂમમાં જમી રહ્યો હતો. ત્યાર બાદ મારે ખૂબ ઝડપથી મેદાનમાં જવું પડ્યું હતું. આ ઉતાવળમાં મેં ટ્રાઉઝર ઊંધું પહેર્યું હતું. મેદાન પર આવ્યા પછી, મને સમજાયું કે મેં તેને ખોટી રીતે પહેર્યું હતું અને બે ઓવર પછી મેં તેને ઠીક કરી દીધું.”

તમને જણાવી દઈએ કે આ મેચમાં ગુજરાતે લખનઉને 56 રનથી હરાવ્યું હતું. રિદ્ધિમાન સાહા અને શુભમન ગિલે ઝડપી ઇનિંગ્સ રમીને ગુજરાતને 227ના સ્કોર સુધી પહોંચાડ્યું હતું. જવાબમાં લખનઉની ટીમ માત્ર 171 રન જ બનાવી શકી હતી. શુભમન ગિલે 51 બોલમાં 94 રનની અણનમ ઇનિંગ રમી હતી અને તેને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.

Niraj Patel