હજી તો લગ્ન થયે બે મહિના પણ નથી થયા ને આ અભિનેત્રીના જીવનમાં મારી સોતને એન્ટ્રી ! જુઓ

દલજીત કૌરના જીવનમાં આવી સૌતન ! દોઢ મહિના પહેલા જ નિખિલ પટેલ સાથે કર્યા હતા બીજા લગ્ન, જુઓ તસવીરો જલ્દી

ટીવી એક્ટ્રેસ દલજીત કૌર (Dalljiet Kaur) સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. દલજીત હવે તેના બીજા લગ્ન બાદ કેન્યા શિફ્ટ થઈ ગઈ છે. દલજીતના લગ્ન દોઢેક મહિના પહેલા તેના બોયફ્રેન્ડ નિખિલ પટેલ સાથે ખૂબ જ ધામધૂમથી થયા હતા. જણાવી દઈએ કે બંનેના આ બીજા લગ્ન છે. આ પહેલા વર્ષ 2009માં દલજીતે શાલીન ભનોટ સાથે લગ્ન કર્યા હતા, પરંતુ 2015માં બંનેના છૂટાછેડા થઈ ગયા. અભિનેત્રીએ હવે નિખિલ પટેલ સાથે નવું જીવન શરૂ કર્યું છે.

લગ્ન બાદ પણ તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. ત્યારે હાલમાં તેણે તેની ઇન્સ્ટા સ્ટોરી પર તેની સોતન સાથે પરિચય કરાવ્યો. દલજીત કૌર નાના પડદાની જાણીતી અભિનેત્રીઓમાંની એક છે. તેણે ઘણા ટીવી શોમાં કામ કર્યું. તેની પ્રોફેશનલ લાઈફ ખૂબ જ રસપ્રદ રહી છે, પણ તેના અંગત જીવનમાં સમસ્યાઓ આવતી રહી. દલજીત કૌરે આ વર્ષે 18 માર્ચે નિખિલ પટેલ સાથે લગ્ન કર્યા અને હવે તે તેના પતિ સાથે કેન્યામાં લગ્ન જીવન માણી રહી છે.

ત્યારે હવે લગ્નને હજુ તો બે મહિના પણ નથી થયા ને અભિનેત્રીએ તેની સોતન વિશે ખુલાસો કર્યો છે. જો તમે સોતનનું નામ સાંભળી હેરાન-પરેશાન છો, તો ગભરાશો નહીં. દિલજીતની સોતન એ બીજુ કોઇ નહિ પણ તેના પતિ નિખિલ પટેલનો ફોન છે, જેને તે હંમેશા વળગી રહે છે. હાલમાં જ દલજીત કૌર તેના પતિ સાથે રેસ્ટોરન્ટમાં જમવા ગઈ હતી. આ દરમિયાન અભિનેત્રીએ જણાવ્યું કે તેનો પતિ હંમેશા ફોન સાથે ચોંટી જાય છે.

તેણે નિખિલના ફોનને સોતન કહી. દલજીત કૌર તેના બીજા પતિ નિખિલ પટેલ સાથે સુખી લગ્ન જીવન માણી રહી છે. દલજીત તેના પતિ નિખિલ પટેલ અને તેમના બે બાળકો સાથે કેન્યામાં રહે છે. યુકેમાં રહેતો નિખિલ આ દિવસોમાં કેન્યામાં કામ કરી રહ્યો છે. આ પહેલા પણ દલજીત હાલમાં ચર્ચામાં આવી હતી. તેણે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો હતો. આના માધ્યમથી તે એવા લોકોને સંદેશો આપતી જોવા મળી હતી જેઓએ છૂટાછેડા લીધા છે અને પોતાનો જીવનસાથી ગુમાવ્યો છે.

વીડિયોના બેકગ્રાઉન્ડમાંથી અવાજ આવી રહ્યો છે, ‘કહેવાય છે કે આશા ન છોડવી જોઈએ. જો તમે તમારા જીવનમાં કોઈ પણ મુકામ સાથે પ્રેમમાં છો, તો તેને વળગી રહો. એ મંઝિલ કામ હોઈ શકે, મનુષ્ય હોઈ શકે કે ઈચ્છા હોઈ શકે. તો તેની સાથે જોડાયેલા રહો, ઉતાર-ચઢાવ આવશે, સારો અને ખરાબ સમય પણ આવશે. પણ એક દિવસ આશા પૂરી થશે. આ વીડિયો શેર કરતા દિલજીતે એક લાંબી નોટ પણ લખી હતી.

Shah Jina