કૂતરાને “કાલુ-કાલુ” કરી ચિડાવી રહ્યો હતો છોકરો, 7 જ સેકન્ડમાં બતાવી દીધુ કાલુ શું ચીઝ છે… જુઓ

વારંવાર કાલુ બોલ્યો તો ચિડી ગયો શ્વાન…પહેલા આપ્યુ આવું રિએક્શન અને પછી કરી દીધી આવી હાલત- જુઓ વીડિયો

લોકો ઘણીવાર રસ્તા પરના પ્રાણીઓ સાથે ખરાબ વર્તન કરતા જોવા મળે છે. કેટલાક તેમના પર પાણી ફેંકે છે તો કેટલાક તેમના પર પથ્થર ફેંકવામાં પણ અચકાતા નથી. પરંતુ કેટલીકવાર પ્રાણી આની સામે પ્રતિક્રિયા આપે છે અને પછી સામેની વ્યક્તિને સબક શીખવે છે. હાલમાં જ આવો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં બે છોકરાઓ એક દુકાન પાસે ઉભેલા કૂતરાને ચીડવતા જોવા મળી રહ્યા છે.

વીડિયો રેકોર્ડ કરતી વખતે તે કહે છે – હેલો મિત્રો, આ અમારો મિત્ર છે… જ્યારે અમે તેને કાલુ કહીએ છીએ, ત્યારે તે ગુસ્સે થઈ જાય છે. આ દરમિયાન બીજો છોકરો શ્વાનને ચીડવે છે અને કહે છે – કાલુ, કાલુ ઓયે કાલુ. એટલામાં પહેલા શ્વાન ગડગડાટ કરે છે અને પછી બંનેમાંથી એક પર ઝાપટ મારે છે. આગળ વીડિયોમાં વ્યક્તિએ શ્વાન દ્વારા ખરાબ રીતે કરડેલા પગની તસવીર શેર કરી છે.

આ વીડિયોને @gharkekalesh નામના X પેજ પર શેર કરવામાં આવ્યો છે. જ્યારે આ વીડિયો વાયરલ થયો તો લોકોએ તેના પર કમેન્ટ કરવાનું શરૂ કરી દીધું. એકે લખ્યું- બરોબર બદલો લીધો. બીજાએ લખ્યું- એટલા માટે જ પ્રાણી સાથે બિનજરૂરી પંગો ન લેવો જોઇએ. શું તમે પાઠ શીખ્યા ? એકે મસ્તીમાં લખ્યું- શ્વાન ભાઈ ગુસ્સે થઇ ગયો.

Shah Jina