માસૂમ બાળકને ખોળામાં લઇને સિગારેટ પીવા લાગી મહિલા, વીડિયો જોઇ ભડક્યા યુઝર્સ, બોલ્યા- Reels ઇમ્પોર્ટન્ટ છે…બાળક નહિ

હવેથી રોજ રાશિફળ,જોક્સ-સુવિચાર,ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા → અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ગ્રુપમાં.

ખોળામાં બાળક લઇને સિગારેટ પીવા લાગી મહિલા, માસૂમની થઇ ખરાબ હાલત, વાયરલ વીડિયો જોઇ ભડક્યા લોકો

આ દિવસોમાં સોશિયલ મીડિયા પર એક મહિલાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે સ્મોકિંગ કરતી જોવા મળી રહી છે. સોશિયલ મીડિયા પર આ વીડિયોને લઈને ચર્ચા શરૂ થઈ છે જેમાં મહિલાની હરકત પર લોકો ગુસ્સે જોવા મળી રહ્યા છે. વાસ્તવમાં, આ વીડિયોમાં મહિલા એક બાળકને ખોળામાં લઈને સિગારેટ પીતી જોવા મળી રહી છે.

વીડિયો પોસ્ટ કરતા સમયે યુઝરે લખ્યું, ‘એ બાળકો માટે ભયાનક મહેસૂસ થઇ રહ્યુ છે જેની આસપાસ આવા રીલ મોન્સ્ટર્સ છે. મહિલાનો સ્મોકિંગ કરતો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને લાખો વખત જોવામાં આવ્યો છે. વીડિયો જોયા બાદ યુઝર્સ ગુસ્સામાં જોવા મળી રહ્યા છે. વાયરલ વીડિયો પર લોકો વિવિધ પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે.

એક યુઝરે લખ્યું, ‘લગભગ 10 સેકન્ડ પછી સ્પષ્ટપણે જોઈ શકાય છે કે સિગારેટના ધુમાડાને કારણે બાળક ખાંસી અને અસ્વસ્થતા અનુભવી રહ્યું છે, આ બાળ શોષણ છે ! ટૂંક સમયમાં કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી અપેક્ષા છે. અન્ય એક યુઝરે કહ્યું, ‘સાચું છે, આ ગુનો છે, મહિલા વિરુદ્ધ કેસ નોંધવો જોઈએ.’ અન્ય એક યુઝરે કહ્યું, ‘ખરેખર આ શર્મિંદગી પોતાના ચરમ પર છે.’ બીજા એક યુઝરે કહ્યું, ‘ભયાનક, આને તરત જ બંધ કરી દેવું જોઈએ, તે ખૂબ જ ખતરનાક છે.’

હવેથી રોજ રાશિફળ,જોક્સ-સુવિચાર,ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા → અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ગ્રુપમાં.

Shah Jina