ઓનલાઇન ઓર્ડર કરેલ લિક્વિડ ચોકલેટમાંથી નીકળ્યો મરેલો ઉંદર, કંપનીનો જવાબ સાંભળી ભડક્યા લોકો
હવેથી રોજ રાશિફળ,જોક્સ-સુવિચાર,ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા → અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ગ્રુપમાં.
જો તમે ફૂડ આઈટમ ઓનલાઈન ઓર્ડર કરો છો, તો સાવચેત રહો. પાછલા દિવસોમાં આવા ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં ખાવાની વસ્તુઓમાં જીવજંતુઓ કે એવું નીકળતુ જોવા મળે, ત્યારે હાલમાં આવી જ એક ઘટના ફરીથી પ્રકાશમાં આવી છે. જેમાં ક્વિક-કોમર્સ કંપની ‘ઝેપ્ટો’ પરથી ઓનલાઇન ઓર્ડર કરવામાં આવેલી ‘હર્ષે’ની ચોકલેટ સીરપની બોટલમાંથી મૃત ઉંદર મળી આવ્યો. આનો વીડિયો પણ સામે આવ્યો છે, જે વાયરલ થઈ રહ્યો છે.
વીડિયોમાં બોટલમાંથી વાળ પણ નીકળતા જોવા મળી રહ્યા છે. આ ઘટનાનો વીડિયો ‘પ્રમી શ્રીધર’ નામના યુઝરે ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. તેણે પોસ્ટમાં દાવો કર્યો હતો કે પરિવારના ત્રણ સભ્યોએ ખરાબ સીરપ પીધુ હતુ જેને તારણે તેમની મેડિકલ તપાસ પણ કરાવવી પડી. તેણે લખ્યું, “અમે ઝેપ્ટોમાંથી હર્ષેનું ચોકલેટ સીરપ મંગાવ્યું, જેને અમે કેક પર રેડવાનું શરૂ કર્યું. નાના વાળ સતત નીકળી રહ્યા હતા.
આ પછી અમે બોટલ ખોલવાનું નક્કી કર્યું. અમે બોટલ ખોલી અને તેને તેને ડિસ્પોજેબલ ગ્લાસમાં ખાલી કરી, આ દરમિયાન અમને એક ઉંદર મળ્યો. અમે ખાતરી કરવા માટે તેના પર પાણી રેડ્યું અને જોયું તો તે મરેલો હતો. જણાવી દઇએ કે, આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર લાખો વખત જોવામાં આવ્યો છે. વીડિયો વાયરલ થયા બાદ આ મામલે કંપનીનું નિવેદન પણ સામે આવ્યું છે. જે લોકોને બિલકુલ પસંદ નથી આવી રહ્યુ.
પોસ્ટના કોમેન્ટ બોક્સમાં કંપનીએ લખ્યું, “હાય, અમને આ જોઈને ખૂબ જ દુઃખ થયું. કૃપા કરીને અમને બોટલમાંથી યુપીસી અને મેન્યુફેક્ચરિંગ કોડ consumercare@hersheys.com પર સંદર્ભ સંખ્યા 11082163 સાથે મોકલો જેથી કરીને અમારી ટીમના સભ્ય તમને મદદ કરી શકે !
View this post on Instagram
હવેથી રોજ રાશિફળ,જોક્સ-સુવિચાર,ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા → અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ગ્રુપમાં.