એસ્કેલેટરમાં ફસાયો નાની બાળકીનો પગ, પછી જે થયુ તે વીડિયોમાં જોઇ કંપી જશો

હવેથી રોજ રાશિફળ,જોક્સ-સુવિચાર,ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા → અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ગ્રુપમાં.

એસ્કેલેટરમાં ખરાબ રીતે ફસાયો બાળકીનો પગ, મચી ગયો હાહાકાર, જુઓ હ્રદય ધ્રુજી ઉઠે એવો વીડિયો

આજના સમયમાં ઊંચી-ઊંચી બિલ્ડિંગોમાં લિફ્ટની સાથે એસ્કેલેટર પણ લગાવવામાં આવે છે, જેથી લોકો તેનો આરામથી લાભ ઉઠાવી શકે, પરંતુ કેટલીકવાર આ અનુકૂળ વસ્તુઓ જોખમી પણ સાબિત થાય છે. હાલમાં જ આવો એક હૃદયદ્રાવક વીડિયો સામે આવ્યો છે, જેમાં એક નાની બાળકીનો પગ એસ્કેલેટરમાં ફસાયેલો જોઈ શકાય છે.

આ અકસ્માત બાદ ઘટનાસ્થળે ચીસાચીસ સાથે અફરાતફરીનો માહોલ સર્જાઇ ગયો. વાયરલ થઈ રહેલા વીડિયોને જોઈને યૂઝર્સના પણ રૂંવાડા ઊભા થઇ ગયા. વીડિયોમાં જોઈ શકાય છે કે એક બાળકી તેની માતા સાથે મોલમાં એસ્કેલેટર પરથી ઉતરી રહી છે. આ દરમિયાન તે એસ્કેલેટર પર ચડીને મસ્તી કરવા લાગે છે, પરંતુ અચાનક તેનો પગ એસ્કેલેટરમાં ફસાઈ જાય છે.

બાળકીની માતા પગ બહાર કાઢવાનો ઘણો પ્રયાસ કરે છે પરંતુ તે નિષ્ફળ જાય છે, આ પછી એક કર્મચારી આવીને એસ્કેલેટરને અટકાવે છે. જો કે, કોઈક રીતે કર્મચારીઓ બાળકીનો જીવ બચાવી લે છે. એવું કહેવામાં આવી રહ્યુ છે કે એસ્કેલેટરમાંથી પગ બહાર કાઢ્યા બાદ બાળકીને હોસ્પિટલ લઇ જવામાં આવી હતી.

 

View this post on Instagram

 

A post shared by Farhan Safdar (@farhan.safdar.01)

હવેથી રોજ રાશિફળ,જોક્સ-સુવિચાર,ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા → અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ગ્રુપમાં.

Shah Jina