ધોળાદિવસે જ્વેલરી શોપમાં ઘુસ્યા બદમાશ, હુમલો કર્યો તો દુકાનદારે બતાવી એવી હિંમત કે આવી રીતે થયા ફરાર

હવેથી રોજ રાશિફળ,જોક્સ-સુવિચાર,ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા → અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ગ્રુપમાં.

જ્વેલરી દુકાનમાં લૂંટની કોશિશ નાકામ, દુકાનદારની હિંમત જોઇ ભાગ્યા હથિયારબંધ બદમાશ- જુઓ વીડિયો

એક વેપારીની દુકાનમાં લૂંટના ઈરાદે ઘૂસેલા હથિયારધારી બદમાશો ત્યારે ભાગ્યા જ્યારે દુકાનદારે હિંમતભેર તેમનો સામનો કર્યો. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. હરિદ્વારના કનખલ વિસ્તારના પંજનહેડી ગામમાં મંગળવારે ધોળાદિવસે આ ઘટના બની હતી. પંજનહેડી ગામમાં રહેતા કમલ વર્માની હરિદ્વાર-લકસર મુખ્ય માર્ગ પર એમકે જ્વેલર્સ નામની દુકાન છે.

રોજની જેમ તે દુકાન પર હાજર હતા ત્યારે દુકાનની બહાર બાઇક પર સવાર ત્રણ નકાબધારી શખ્સો પહોંચ્યા અને દુકાનદાર કંઈ સમજે એ પહેલા બાઇક પરથી નીચે ઉતરેલા બે યુવકો શટર નીચે ખેંચી અંદર પ્રવેશ્યા. હાથમાં હથિયાર સાથે એક બદમાશે વેપારી પર હુમલો કર્યો, હુમલાને કારણે દુકાનદારના માથામાંથી લોહી નીકળવા લાગ્યું પરંતુ તેણે હિંમત બતાવી બદમાશોનો પ્રતિકાર કર્યો.

વિરોધ થતાં થોડીવારમાં બંને બદમાશો દુકાનમાંથી બહાર ગયા અને બહાર હાજર બાઇક સવાર સાથી સાથે ભાગી ગયા. આ ઘટનાની માહિતી મળતાં જ કનખલ પોલીસના હોશ ઉડી ગયા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી હતી. પોલીસે આરોપીઓની શોધમાં આ વિસ્તારમાં છટકું ગોઠવ્યું હતું પરંતુ મિસ્સરપુર ગામમાં નદી કિનારે પહોંચ્યા બાદ આરોપી ગાયબ થઈ ગયા.

હવેથી રોજ રાશિફળ,જોક્સ-સુવિચાર,ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા → અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ગ્રુપમાં.

Shah Jina