ઝહીર ઈકબાલ સાથે સોનાક્ષી સિન્હા રજિસ્ટર મેરેજ કરશે કે ધામધૂમથી? 22 જૂને થશે સગાઇ અને આ તારીખે….જાણો સમગ્ર વિગત

સોનાક્ષી સિન્હા 23 જૂને મુંબઈમાં ઝહીર ઈકબાલ સાથે લગ્નના બંધનમાં બંધાવા જઇ રહી છે. જો કે સોનાક્ષી અને ઝહીર બંનેમાંથી કોઇએ પણ આ વાત પર ઓફિશિયલી મહોર મારી નથી. આ મહિનાની શરૂઆતમાં ઝહીરે સોનાક્ષીના જન્મદિવસ પર ફોટા શેર કર્યા હતા અને બંને રિલેશનશિપમાં હોવાનો સંકેત આપ્યો હતો. ત્યારે હવે બંનેના લગ્નની ખબરો વચ્ચે વેડિંગ વેન્યુથી લઈને ગેસ્ટ લિસ્ટ અને અન્ય ફંક્શન્સની ચર્ચા થઈ રહી છે.

લગ્નના મહેમાનોની યાદીમાં નજીકના મિત્રો, પરિવારના સભ્યો અને ‘હીરામંડી’ની કાસ્ટ સામેલ થાય એવું સામે આવ્યુ છે. વેડિંગ ઇનવાઇટ મેગેઝિનના કવર જેવું બનાવાવમાં આવ્યુ છે અને આ સાથે સોનાક્ષી-ઝહીરનો ઓડિયો મેસેજ પણ છે. લગ્ન 23 જૂને મુંબઈમાં બાસ્ટિયન રેસ્ટોરન્ટમાં થશે. જણાવી દઈએ કે સોનાક્ષીના લગ્નનું કાર્ડ એક્ટર સલમાન ખાનને મળ્યું હોવાની વિગત સામે આવી છે.

ઝહીર ઈકબાલના મેકઅપ આર્ટિસ્ટે ખુલાસો કર્યો કે પહેલું કાર્ડ સલમાનને મોકલવામાં આવ્યું છે. તેણે દૈનિક ભાસ્કરને જણાવ્યુ કે, ‘ઝહીર સલમાન ભાઈનો લાડલો છે. સલમાન ભાઈએ બાળપણથી જ ઝહીરને ઘણો પ્રેમ આપ્યો છે. તેણે ઝહીરને હીરો બનાવવામાં ભૂમિકા ભજવી છે. લગ્નનો નિર્ણય લેતા પહેલા જ તેણે સલમાન ભાઈને મેસેજ પણ કર્યો હતો. જવાબમાં સલમાન ભાઈ પણ સંમત થયા હતા. સલમાન ભાઈ પહેલા વ્યક્તિ છે જેમને લગ્નમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું.

જણાવી દઈએ કે સોનાક્ષી અને ઝહીર રજિસ્ટર્ડ મેરેજ કરશે. આ પછી મુંબઈમાં શિલ્પા શેટ્ટીની રેસ્ટોરન્ટમાં 23 જૂને રિસેપ્શન પાર્ટી યોજાશે. ઝહીરના મેકઅપ આર્ટિસ્ટે વેડિંગ પ્લાનિંગની માહિતી આપી છે. તેણે જણાવ્યું કે ઝહીરે તેને 22મીએ મેકઅપ માટે બોલાવ્યો છે. 22 જૂને પહેલા સગાઇ થશે અને આ પછી ફોટોશૂટ થશે. ત્યારબાદ બીજા દિવસે લગ્ન અને તે જ દિવસે સાંજે રિસેપ્શન પાર્ટી યોજાશે.

Shah Jina