ભારતીય મૂળના સાહિલ ચૌહાણે રચી દીધો ઇતિહાસ, આંતરાષ્ટ્રીય ક્રિકેટમાં ક્રિસ ગેલના રેકોર્ડને પણ તોડી નાખ્યો

T20 ક્રિકેટમાં ભારતીય મૂળના આ ખેલાડીએ તો લાવી દીધું વાવાઝોડું, ક્રિસ ગેલને પાછળ છોડી સૌથી ફાસ્ટેટ સેન્ચ્યુરીનો રેકોર્ડ પોતાના નામે કર્યો

Sahil Chauhan Fastest Century In T20  : ક્રિકેટની રમત આજે સૌથી લોકપ્રિય રમતમાંથી એક બની ગઈ છે અને હાલ ક્રિકેટનો મહાસંગ્રામ એટલે કે વર્લ્ડકપ પણ ચાલી રહ્યો છે. ક્રિકેટની રમત એવી છે કે નવા નવા રેકોર્ડ હંમેશા બનતા હોય છે અને જુના રેકોર્ડ તટુતા હોય છે. આ વર્ષે IPLમાં પણ આપણે ઘણા બધા નવા રેકોર્ડ બનતા અને જુના તૂટતાં જોયા, ત્યારે હાલ ક્રિકેટ જગતમાં એક નવો રેકોર્ડ એક ભારતીય મૂળના ખેલાડીના નામે નોંધાઈ ચુક્યો છે, જેને ક્રિસ ગેલના રેકોર્ડને પણ તોડી નાખ્યો.

2013માં વેસ્ટ ઈન્ડિઝના બેટ્સમેન ક્રિસ ગેલ દ્વારા T20 ફોર્મેટમાં સૌથી ઝડપી સદીનો રેકોર્ડ સોમવારે તુટી ગયો હતો. જ્યારે રેકોર્ડ પણ તૂટ્યો તો એક નહીં પરંતુ બે મોટા ઈતિહાસ રચાયા. અને આ રેકોર્ડ તોડનાર ભારતીય મૂળના સાહિલ ચૌહાણ હતા, જેમણે એસ્ટોનિયા તરફથી એપિસ્કોપીમાં યજમાન સાયપ્રસ સામે રમતી વખતે તોફાની ઈનિંગ્સ રમીને બે મોટા ઈતિહાસ રચ્યા હતા. 192 રનનો પીછો કરતી વખતે સાહિલ ચૌહાણે બોલરોને બરાબર ફટકાર્યા હતા.

તેણે 41 બોલમાં 6 ચોગ્ગા અને 18 છગ્ગા સાથે આઉટ થયા વિના 141 રનની ઇનિંગ રમી હતી, જે વિશ્વ ક્રિકેટ રેકોર્ડ બુકમાં કાયમ માટે નોંધાઈ ગઈ હતી. અને આ સાથે ભારતીય મૂળના સાહિલ ચૌહાણનું નામ ચાહકોમાં લોકપ્રિય થઈ ગયું છે, જેમણે એક એવું પરાક્રમ કર્યું છે જે તેમને હંમેશા ગર્વ કરાવશે. સોશિયલ મીડિયા પર સાહિલ ચૌહાણનું નામ ટ્રેન્ડ કરી રહ્યું છે. સાહિલ ચૌહાણે સાયપ્રસના બોલરોને એવો ફટકો માર્યો કે તેનાથી ટીમ હચમચી ગઈ.

સાહિલે મેદાન પર આવીને પોતાની પૂરી શક્તિથી હુમલો કર્યો અને માત્ર 27 બોલમાં ધમાકેદાર સદી ફટકારી અને T20 ઈતિહાસમાં સૌથી ઝડપી સદી ફટકારી. આ પહેલા ક્રિસ ગેલે 2013માં બેંગલુરુમાં પુણે વોરિયર્સ સામે IPLમાં RCB તરફથી રમતા આ સિદ્ધિ મેળવી હતી. સાહિલે આ ઈનિંગ સાથે જે બીજો ઈતિહાસ રચ્યો હતો તે એક ઈનિંગમાં સૌથી વધુ સિક્સર ફટકારવાના રેકોર્ડની બરાબરી કરી હતી. સાહિલે સાયપ્રસના બોલરો સામે 141 રનની અણનમ ઇનિંગમાં 18 છગ્ગા ફટકાર્યા હતા. તે ગેલનો રેકોર્ડ તોડવાથી એક સિક્સ દૂર હતો.

Niraj Patel