ટી-20 વર્લ્ડકપમાં આ બોલરે રચી દીધો નવો ઇતિહાસ, 4 ઓવર ફેંકી અને 3 વિકેટ લઇ ચારેય ઓવરમાં એક પણ રન ના આપ્યો..

4 ઓવર, 0 રન, 3 વિકેટ, 4 મેડન, ન્યુઝીલેન્ડના આ બોલરે ટી-20 વર્લ્ડકપમાં મચાવ્યો તરખાટ, પોતાના સ્પેલમાં એકપણ રન આપ્યા વિના ઇતિહાસના ચોપડે નામ બનાવ્યું અમર

Four Overs Four Maidens Lockie Ferguson : ક્રિકેટનો ઈતિહાસ એ વાતનો સાક્ષી છે કે અહીં અનેક ચોંકાવનારા રેકોર્ડ્સ બન્યા છે. ક્રિકેટમાં ક્યારેક આવા રેકોર્ડ બને છે, જેને તોડવું અશક્ય લાગે છે, પરંતુ તેમ છતાં કહેવાય છે કે રેકોર્ડ તોડવા માટે જ બને છે… પરંતુ જ્યારે એવો રેકોર્ડ બને છે… જે પહેલા ક્યારેય બન્યો નથી અને આવું પરાક્રમ ભાગ્યે જ બનશે.  આવો જ રેકોર્ડ ન્યુઝીલેન્ડના ફાસ્ટ બોલર લોકી ફર્ગ્યુસને પોતાના નામે કર્યો છે.

લોકી ફર્ગ્યુસને T20 ફોર્મેટમાં એક એવો રેકોર્ડ બનાવ્યો જે કદાચ હવે અમર બની જશે. હા… ICC T20 વર્લ્ડ કપ 2024ના સુપર-8 રાઉન્ડમાંથી પહેલેથી જ બહાર થઈ ગયેલા ન્યૂઝીલેન્ડના ફાસ્ટ બોલર લોકી ફર્ગ્યુસને અદભૂત કારનામું કર્યું. તેણે પાપુઆ ન્યુ ગીની સામે જે કામ કર્યું તે જોઈને વિશ્વ ક્રિકેટ ચોંકી ગયું છે.

બ્લેક કેપ્સ ટીમના આ બોલરે પોતાના સ્પેલની ચારેય ઓવર નાંખી અને પાપુઆ ન્યુ ગિની ટીમના 3 બેટ્સમેનોને પણ પેવેલિયનમાં મોકલી દીધા. સાથે જ આ ચાર ઓવર દરમિયાન એક પણ રન તેને નથી આપ્યો. હવે તમે વિચારતા હશો કે T20 જેવા ફોર્મેટમાં 4 ઓવર એટલે કે 24 બોલમાં કોઈ રન ન આપવાનું કેવી રીતે શક્ય છે? પરંતુ લોકી ફર્ગ્યુસને તે શક્ય બનાવ્યું.

સોમવારે ન્યુઝીલેન્ડ અને પાપુઆ ન્યુ ગીની વચ્ચે લીગ મેચ રમાઈ હતી. આ મેચમાં લોકી ફર્ગ્યુસને તેની 4 ઓવરના ક્વોટામાં એકપણ રન આપ્યો ન હતો. T20 ફોર્મેટમાં, જેમાં બેટ્સમેનોને ચોગ્ગા અને છગ્ગાફટકારે છે ત્યારે ફર્ગ્યુસને 24 બોલ ફેંક્યા અને પપુઆના બેટ્સમેનોને રમવાનું મુશ્કેલ બનાવી દીધું. આ આશ્ચર્યજનક સ્પેલ સાથે, ફર્ગ્યુસને T20 ક્રિકેટના ઇતિહાસમાં તમામ ઓવર મેડન બોલિંગ કરવાનો અનોખો રેકોર્ડ બનાવ્યો. એવો રેકોર્ડ જેની બરાબરી હવે ભાગ્યે જ કોઈ કરી શકે છે અને એ રેકોર્ડ તોડવો અશક્ય બની ગયો છે.

Niraj Patel