અલકા યાજ્ઞિકને છે દુર્લભ બીમારી, 58ની ઉંમરમાં બતાવી હિંમત, કહ્યુ- જલ્દી વાપસી કરીશ…
90ના દાયકામાં બોલિવૂડના ઘણા લોકપ્રિય અને આઇકોનિક ગીતોને અવાજ આપનાર સિંગર અલકા યાજ્ઞિક એક દુર્લભ ન્યુરો સમસ્યાથી પીડિત છે. સોશિયલ મીડિયા પર આ માહિતી શેર કરતી વખતે અલકા યાજ્ઞિકે કહ્યું કે હવે તે સાંભળી શકતી નથી. અલકાએ જણાવ્યું કે વાયરલ એટેક પછી આ સમસ્યા થઇ છે અને એક દિવસ ફ્લાઈટમાંથી બહાર આવતી વખતે તેને અહેસાસ થયો કે તે સાંભળી શકતી નથી.
પોતાની સમસ્યા વિશે માહિતી આપતાં અલકા યાજ્ઞિકે ચાહકો અને સાથી કલાકારોને લાઉડ મ્યુઝિકથી દૂર રહેવાની સલાહ આપી હતી. ઈન્સ્ટાગ્રામ પર આ સમસ્યાનું વર્ણન કરતા અલકા યાજ્ઞિકે લખ્યું, ‘મારા તમામ ચાહકો, મિત્રો, ફોલોઅર્સ અને શુભેચ્છકો. થોડા અઠવાડિયા પહેલા, જ્યારે હું ફ્લાઇટમાંથી બહાર નીકળી રહી હતી ત્યારે મને અચાનક અહેસાસ થયો કે હું કંઈપણ સાંભળી શકતી નથી.
આ એપિસોડ પછીના અઠવાડિયામાં થોડી હિંમત ભેગી કર્યા પછી હવે હું મારા મિત્રો અને શુભચિંતકોની ખાતર આ બાબતે મારું મૌન તોડવા માંગુ છું જેઓ મને સતત પૂછતા હતા કે હું ક્યાં ગુમ છું. અલકા યાજ્ઞિકાએ વધુમાં કહ્યું, ‘મારા ડૉક્ટરોએ એક રેયર સેંસરી નર્વ હિયરિંગ લોસ ડાયગ્નોઝ કર્યુ છે, જે એક વાયરલ એટેકને કારણે થયુ ચે. અચાનક આવેલા આ મોટા આંચકાએ મને ચોંકાવી દીધી છે. હું તેને સ્વીકારવાનો પ્રયાસ કરી રહી છું, આ વચ્ચે તમે મને તમારી દુઆઓમાં યાદ રાખજો.
ચાહકો અને સાથી ગાયકોને સલાહ આપતા અલકા ય3જ્ઞકાએ લખ્યું, ‘હું મારા ચાહકો અને યુવા સાથીઓને હેડફોન અને લાઉડ મ્યુઝિક અંગે ચેતવણી આપવા માંગુ છું. કોઇ દિવસ હું મારી પ્રોફેશનલ લાઇફથી હેલ્થને થવાવાળા નુકશાન પર વાત જરૂર કરીશ. તમારા બધાના પ્રેમ અને સપોર્ટથી, હું ફરીથી મારુ જીવન પાટા પર લાવવાની આશા કરુ છુ અને જલ્દીથી તમારી સામે આવવાની કામના કરુ છુ.
આ ક્રિટિકલ સમયમાં તમારો સપોર્ટ અને અંડરસ્ટેન્ડિંગની મારા માટે મહત્વની છે. જણાવી દઇએ કે, અલકા યાજ્ઞિક માત્ર બોલિવૂડ જ નહીં પરંતુ દેશની સૌથી લોકપ્રિય ગાયિકાઓમાંની એક છે. 25થી વધુ ભાષાઓમાં 21 હજારથી વધુ ગીતો રેકોર્ડ કરનાર અલકા યાજ્ઞિક બે વખત નેશનલ એવોર્ડ જીતી ચૂકી છે. વર્ષ 2022માં ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સે તેમને વિશ્વભરમાં સૌથી વધુ સ્ટ્રીમ કરાયેલા કલાકાર તરીકે માન્યતા આપી હતી.
View this post on Instagram