સોનાક્ષી સિન્હાએ ગર્લ ગેંગ સાથે કરી ધમાકેદાર અંદાજમાં બેચલર પાર્ટી, ઝહીરે પણ બોય્ઝ ગેંગ સાથે કરી ખૂબ મસ્તી
હવેથી રોજ રાશિફળ,જોક્સ-સુવિચાર,ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા → અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ગ્રુપમાં.
‘હીરામંડી’ની ‘ફરીદન’ એટલે કે બોલિવુડ એક્ટ્રેસ સોનાક્ષી સિંહા ટૂંક સમયમાં જ તેના જીવનનો એક નવો અધ્યાય શરૂ કરવા જઈ રહી છે. એક્ટ્રેસ તેના લોન્ગ ટાઇમ બોયફ્રેન્ડ ઝહીર ઈકબાલ સાથે 23 જૂને લગ્નના બંધનમાં બંધાશે. જો કે, હજુ સુધી આ કપલે તેમના લગ્નની સત્તાવાર જાહેરાત કરી નથી.
જો કે, લગ્ન પહેલા સોનાક્ષીએ સોમવારે રાત્રે નજીકના મિત્રો અને અભિનેત્રી હુમા કુરેશી સાથે બેચલર પાર્ટી સેલિબ્રેટ કરી હતી. સોનાક્ષીએ આ પાર્ટીની તસવીરો પણ સોશિયલ મીડિયા પર શેર કરી છે. સોનાક્ષીએ તેની ગર્લ ગેંગ સાથે બેચલરેટ પાર્ટીમાં ખૂબ જ મસ્તી કરી હતી. આ દરમિયાન દુલ્હન બ્લેક આઉટફિટમાં જોવા મળી હતી. અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યું- “17.06.2024”.
એક તસવીરમાં તે તેની ગર્લ ગેંગ સાથે પોઝ આપતી જોવા મળે છે, જ્યારે દુલ્હે રાજા ઝહીર ઈકબાલે તેના એક મિત્રના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક ગ્રુપ ફોટો પોસ્ટ કરીને બેચલર પાર્ટીની ઝલક શેર કરી છે. ગ્રુપ પિક્ચરમાં ઝહીર તેના મિત્રો સાથે પોઝ આપતો જોવા મળે છે. ફોટોમાં કેપ્શન હતું – “ચલો ચલેં!” ઝહીરે ઈન્સ્ટા પર બોયઝ ગેંગ સાથેની તસવીરો શેર કરીને ચાહકોને પાર્ટીની ઝલક બતાવી.
આ દરમિયાન ઝહીર તેના મિત્રો સાથે ખૂબ જ મસ્તી કરતો જોવા મળે છે. તેમના ચહેરા પરની ખુશી પણ ઘણું કહી જાય છે. જણાવી દઈએ કે ઝહીર ઈકબાલ એક બિઝનેસમેન પરિવાર સાથે સંબંધ ધરાવે છે. તેના પિતા ઈકબાલ રતનસી એક જાણીતા જ્વેલર અને બિઝનેસમેન છે. ઝહીરના ફિલ્મી કરિયરની વાત કરીએ તો તેણે વર્ષ 2019માં ફિલ્મ ‘નોટબુક’થી ડેબ્યૂ કર્યું હતું.
સોનાક્ષીએ પહેલીવાર ઝહીર સાથે ફિલ્મ ‘ડબલ એક્સેલ’માં કામ કર્યું હતું. જો કે બંનેની પહેલી મુલાકાત સલમાન ખાનની એક પાર્ટીમાં થઈ હતી. જે બાદ તેઓ પહેલા મિત્રો બન્યા અને પછી એકબીજાના પ્રેમમાં પડ્યા. જો કે આ કપલે હંમેશા તેમના સંબંધોને ખૂબ જ ખાનગી રાખ્યા છે, તેમના જાહેર દેખાવ અને સોશિયલ મીડિયા પોસ્ટ્સ તેમની લવ સ્ટોરી જણાવે છે.
લાંબા સમય સુધી ડેટિંગ કર્યા બાદ આ કપલ આખરે હવે લગ્ન કરવા માટે તૈયાર છે. જણાવી દઈએ કે સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલ 23 જૂને લગ્નના બંધનમાં બંધાશે. બંને મુંબઈમાં રજિસ્ટર્ડ મેરેજ કરશે. ત્યાર બાદ તે જ દિવસે સાંજે શિલ્પા શેટ્ટીના બાસ્ટિયન રેસ્ટોરન્ટમાં રિસેપ્શન પાર્ટી યોજાશે.
હવેથી રોજ રાશિફળ,જોક્સ-સુવિચાર,ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા → અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ગ્રુપમાં.