હવેથી રોજ રાશિફળ,જોક્સ-સુવિચાર,ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા → અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ગ્રુપમાં.
સોનાક્ષી સિન્હા 23 જૂને તેના લોન્ગ ટાઇમ બોયફ્રેન્ડ ઝહીર ઈકબાલની દુલ્હન બનવા માટે તૈયાર છે. જો કે, છેલ્લા ઘણા દિવસોથી એવા અહેવાલો હતા કે તેનો પરિવાર આ લગ્નથી ખુશ નથી. એવા પણ સમાચાર સામે આવ્યા હતા કે અભિનેત્રીના પિતા શત્રુઘ્ન સિન્હા લગ્નમાં હાજરી આપવાના નથી.
જો કે, આ બધી અફવાઓ વચ્ચે એક વીડિયો સામે આવ્યો છે, જેમાં શત્રુઘ્ન સિન્હા તેમના ભાવિ જમાઈ ઝહીર ઈકબાલ સાથે પેપરાજી સામે પોઝ આપતા જોવા મળી રહ્યા છે. પેપરાજી દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં પીઢ અભિનેતા શત્રુઘ્ન સિન્હાના ચહેરા પરની સ્માઇલ સ્પષ્ટપણે દર્શાવે છે કે તે દીકરીના લગ્નથી કેટલા ખુશ છે.
ગત ગુરુવારના રોજ શત્રુઘ્ન સિન્હા ભાવિ જમાઈ ઝહીર ઈકબાલ સાથે જોવા મળ્યા હતા. બંનેએ સાથે પેપરાજી માટે પોઝ પણ આપ્યા. આ દરમિયાન સોનાક્ષીની માતા પૂનમ સિન્હા પણ તે જ લોકેશન પર જોવા મળી હતી જ્યાં ઝહીર અને શત્રુઘ્ન સિન્હા સાથે જોવા મળ્યા હતા.
એવા અહેવાલો છે કે સોનાક્ષી અને ઝહીરની હલ્દી સેરેમની 20 જૂને કરવામાં આવી હતી. હલ્દી સેરેમની માટે માત્ર સોનાક્ષી અને ઝહીરના નજીકના મિત્રો અને પરિવારજનોને જ આમંત્રણ આપવામાં આવ્યું હતું.
View this post on Instagram
જણાવી દઇએ કે સોનાક્ષી 22 જૂને ઝહીર સાથે સગાઇ કરશે અને 23 જૂને બંને રજિસ્ટર મેરેજ કરશે અને આ પછી સાંજે રિસેપ્શન પાર્ટી યોજાશે.
View this post on Instagram
હવેથી રોજ રાશિફળ,જોક્સ-સુવિચાર,ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા → અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ગ્રુપમાં.