ઝહીર ઇકબાલ પહેલા આ 4ના પ્રેમમાં દીવાની હતી સોનાક્ષી સિન્હા, એક સાથે તો લગ્ન સુધી પહોંચી ગઇ હતી વાત

હવેથી રોજ રાશિફળ,જોક્સ-સુવિચાર,ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા → અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ગ્રુપમાં.

બોલિવૂડ એક્ટ્રેસ સોનાક્ષી સિન્હા હાલમાં જ સંજય લીલા ભણસાલીની વેબ સીરીઝ હીરામંડીમાં જોવા મળી હતી, આ સીરીઝમાં સોનાક્ષીના અભિનયથી ઘણી પ્રશંશા થઇ. 2010માં સલમાન ખાન સાથે ફિલ્મ ‘દબંગ’થી બોલિવૂડમાં એન્ટ્રી કરનારી સોનાક્ષી હાલ ઘણી ચર્ચામાં છે. સોનાક્ષી આ જ મહિને એક્ટર ધહીર ઇકબાલ સાથે લગ્નના બંધનમાં બંધાવાની છે. જો કે, ઝહીર પહેલા અભિનેત્રીનું નામ અર્જુન કપૂરથી લઈને શાહિદ કપૂર સુધીના ઘણા સ્ટાર્સ સાથે જોડાઇ ચૂક્યુ છે.

અર્જુન કપૂરઃ મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સોનાક્ષી સિંહા અને અર્જુન કપૂરે ફિલ્મ ‘તેવર’માં સાથે કામ કર્યું હતું. એક્શનથી ભરપૂર આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઈ હતી. આ ફિલ્મના શૂટિંગ દરમિયાન બંને વચ્ચે નિકટતા વધી હતી. પરંતુ થોડા સમય સુધી ડેટિંગ કર્યા બાદ અર્જુન કપૂર અને સોનાક્ષી સિંહાનું બ્રેકઅપ થઈ ગયું. જો કે, અર્જુન કે સોનાક્ષીએ ક્યારેય મીડિયામાં તેમના સંબંધો વિશે કંઈ કહ્યું નથી.

શાહિદ કપૂરઃ સોનાક્ષી સિન્હાનું નામ શાહિદ કપૂર સાથે પણ જોડાઇ ચૂક્યુ છે. સોનાક્ષી અને શાહિદે ફિલ્મ ‘આર રાજકુમાર’માં સાથે કામ કર્યુ હતુ. જો કે, શાહિદ કપૂર અને સોનાક્ષી સિન્હા વચ્ચેના સંબંધો લાંબા સમય સુધી ટકી શક્યા નહીં અને ટૂંક સમયમાં જ બંનેનું બ્રેકઅપ થઈ ગયું.

બંટી સજદેહઃ મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સોનાક્ષી સિંહા અને બંટી સજદેહ લાંબા સમયથી રિલેશનશિપમાં હતા. બંને વચ્ચે વાત લગ્ન સુધી પણ પહોંચી ગઇ હતી. જોકે, બાદમાં બંનેનું બ્રેકઅપ થઈ ગયું હતું. તમને જણાવી દઈએ કે બંટી સજદેહ સોહેલ ખાનની પૂર્વ પત્ની સીમા સજદેહનો ભાઈ છે.

આદિત્ય શ્રોફઃ અભિનેત્રી સોનાક્ષી સિન્હા ફેમ સિનેમાના મેનેજિંગ ડિરેક્ટર આદિત્ય શ્રોફને પણ ડેટ કરી ચૂકી છે. જોકે, બંનેનું ટૂંક સમયમાં બ્રેકઅપ થઈ ગયું હતુ.

ઝહીર ઈકબાલઃ છેલ્લા કેટલાક સમયથી એવા અહેવાલો આવી રહ્યા છે કે સોનાક્ષી સિન્હા એક્ટર ઝહીર ઈકબાલ સાથે રિલેશનશિપમાં છે અને આ મહિને લગ્નના બંધનમાં પણ બંધાવાની છે. છેલ્લા કેટલાક સમયથી બંને પાર્ટી અને ઈવેન્ટમાં સાથે પણ જોવા મળી રહ્યા છે.

હવેથી રોજ રાશિફળ,જોક્સ-સુવિચાર,ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા → અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ગ્રુપમાં.

Shah Jina