વેકેશન મનાવતા સમયે થયુ 36 વર્ષિય ઇન્ફ્લુએન્સરનું મોત, નાની ઉંમરમાં કેવી રીતે ગયો જીવ ? 3 દિવસ બાદ સામે આવ્યુ કારણ

હવેથી રોજ રાશિફળ,જોક્સ-સુવિચાર,ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા → અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ગ્રુપમાં.

વેકેશન મનાવવા ગઈ અને 36 વર્ષિય મોટી હસ્તીને મળ્યું ભયાનક મોત, નાની ઉંમરમાં મરી ગઈ આ છોકરી, જુઓ તસવીરો

સોશિયલ મીડિયા એક એવું પ્લેટફોર્મ છે જેણે ઘણા લોકોને ઓળખ આપી છે. ઘણા લોકો સોશિયલ મીડિયા પર રીલ અપલોડ કરીને ફેમસ થઈ ગયા છે. એવી જ રીતે સોશિયલ મીડિયા પર ફેમસ થયેલી બ્યુટી ઇન્ફ્લુએન્સર ફરાહ એલ કાધી લોકો વચ્ચે નામ બનાવ્યા બાદ આ દુનિયાને અલવિદા કહી ચાલી ગઇ છે.

ફરાહના આકસ્મિક નિધનથી ચાહકોને આઘાત લાગ્યો છે. વાસ્તવમાં આ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર ટ્યુનીશિયાની રહેવાસી હતી, જેણે પોતાની સુંદરતાથી લોકોના દિલ જીતી લીધા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે ઇન્ફ્લુએન્સર માલ્ટામાં એક યોટ પર વેકેશન મનાવી રહી હતી, ત્યારે તેને હાર્ટ એટેક આવ્યો અને તે અચાનક યોટમાં ઢળી પડી.

જો કે તેને તરત જ હોસ્પિટલ લઈ જવામાં આવી પરંતુ ડૉક્ટરોએ તેને મૃત જાહેર કરી. ફરાહે માત્ર 36 વર્ષની ઉંમરે જ દુનિયાને અલવિદા કહી દીધુ. ફરાહનું નિધન તેના ચાહકો માટે એક મોટો આઘાત છે. જણાવી દઈએ કે, ફરાહને સોશિયલ મીડિયા પર 1 મિલિયનથી વધુ લોકો ફોલો કરે છે.

એક જાણીતી ઇન્ફ્લુએન્સર હોવા ઉપરાંત તે એક ખાનગી કંપનીમાં આર્કિટેક્ટ પણ હતી અને ફેફની ફેશન બ્રાન્ડ બજારની માલકિન ફરાહ ‘લવ આઇલેન્ડ માલ્ટા’ની પ્રથમ સીરીઝ માટે પણ જાણીતી છે.

હવેથી રોજ રાશિફળ,જોક્સ-સુવિચાર,ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા → અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ગ્રુપમાં.

Shah Jina