ઉર્ફી જાવેદનો જોવા મળ્યો બોલ્ડ અંદાજ, સાડી સાથે બ્લાઉઝની જગ્યાએ મોતી પહેરી પહોંચી ઇવેન્ટમાં…

અભિનેત્રી ઉર્ફી જાવેદ પોતાની અસામાન્ય ફેશન સેન્સથી લોકોના હોશ ઉડાવી દે છે. ઉર્ફીનો લુક દરેક ઈવેન્ટમાં અલગ હોય છે. હાલમાં જ ઉર્ફી જાવેદે વોગ ઈન્ડિયાના એક ઈવેન્ટમાં હાજરી આપી હતી, જ્યાંથી તેની તસવીરો સામે આવી છે. આ તસવીરોમાં અભિનેત્રી પોતાના શરીર પર મોતીના બનેલા આઉટફિટમાં જોવા મળી હતી, જો કે આ તસવીરોને લઈને ઉર્ફી જાવેદને ઘણી ટ્રોલ કરવામાં આવી રહી છે.

આ તસવીરોમાં ઉર્ફી જાવેદ વ્હાઇટ કલરની સાડી સાથે અનોખા બ્લાઉઝમાં જોવા મળી રહી છે. આ તસવીરોમાં ઉર્ફી અદભૂત લાગી રહી છે.આ તસવીરોમાં ઉર્ફી જાવેદ તેના કર્વી ફિગરને ફ્લોન્ટ કરી રહી છે. ઉર્ફી આ તસવીરોમાં પોતાના લુકથી ફેન્સને હેરાન કરી રહી છે.ઉર્ફી જાવેદનો આ આઉટફિટ બેકલેસ છે. આ તસવીરમાં ઉર્ફી પાપારાઝી માટે અલગ-અલગ સ્ટાઇલમાં પોઝ આપી રહી છે.ઉર્ફી જાવેદે તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર આ તસવીરો શેર કરી છે. આ તસવીરમાં ઉર્ફી સફેદ સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.

આ આઉટફિટ સાથે ઉર્ફી જાવેદે મેક-અપ કર્યો હતો અને વાળને બનમાં બાંધ્યા હતા, જો કે ઉર્ફી ફરી એકવાર આ આઉટફિટના કારણે ટ્રોલ્સના નિશાના પર આવી છે.ઉર્ફીની આ તસવીરો પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું, ‘તેણે અંદર કંઈક પહેર્યું હોવું જોઈએ’, જ્યારે બીજા યુઝરે લખ્યું, ‘તેણે ફરી એ જ કપડાં પહેરવાનું શરૂ કરી દીધું છે.

જણાવી દઈએ કે ઉર્ફી જાવેદ હાલમાં જ વેબ સીરિઝ ‘ફોલો કર લો યાર’માં જોવા મળી હતી. પ્રાઇમ વીડિયોની આ સીરીઝમાં ઉર્ફીએ ઘણા વિવાદાસ્પદ નિવેદનો આપ્યા હતા, જેના કારણે તે ઘણી ટ્રોલ થઈ હતી. ઉર્ફી જાવેદની ઇન્સ્ટાગ્રામ પર વિશાળ ફેન ફોલોઇંગ છે. ઉર્ફીને ઇન્સ્ટા પર 5.2 મિલિયન લોકો ફોલો કરે છે.

Devarsh
error: Unable To Copy Protected Content!